GSTV

મોટા સમાચાર /ત્રણ કૃષિ કાયદાને રદ કરવા તરફ મોદી સરકારનું પ્રથમ પગલું, કાયદા પરત લેવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી

કૃષિ

Last Updated on November 24, 2021 by Bansari

મોદી સરકારની આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.આમ નવા કાયદા પાછા ખેંચવાની દિશામાં સરકારે પહેલુ ડગલુ ભરી દીધુ છે.હવે આ જ પ્રસ્તાવ સંસદમાં મુકવામાં આવશે.જોકે સરકારે હજી સુધી કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત નથી કરી પણ બપોરે ત્રણ વાગ્યે કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુર આ બાબતે જાણકારી આપે તેવી શક્યતા છે.

કૃષિ

બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે

આ બિલને 29 નવેમ્બરથી સંસદમાં શરુ થતા શિયાળુ સત્ર દરમિયાન મુકવામાં આવશે.પીએમઓની ભલામણના આધારે કૃષિ મંત્રાલયે નવા ત્રણ કાયદા પાછા ખેંચવા માટેનુ બિલ તૈયાર કર્યુ છે. જ્યારે આ બિલ સંસદમાં મુકાશે ત્યારે તેના પર ચર્ચા પણ થશે અ્ને તેના પર વોટિંગ પણ થશે.બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિને મોકલવાશે અને રાષ્ટ્રપતિ તેના પર સહી કરશે .તે સાથે જ નવા ત્રણ કૃષિ કાયદા રદ થઈ જશે.

શું છે તે ત્રણ કૃષિ કાયદા?

  1. કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક 2020
  2. કૃષિ (સશક્તિકરણ-સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર વિધેયક 2020
  3. આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક 2020
કૃષિ

કેબિનેટ બેઠક પછી આગળ શું?

જેમ કાયદો બનાવવા માટે સંસદની મંજૂરી જરૂરી છે તેમ તેને રદ્દ કરવા માટે પણ સંસદની મંજૂરી જરૂરી છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલ પર ચર્ચા થશે અને મતદાન થશે. આ પછી બિલ પાસ થતાંની સાથે જ ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ થઈ જશે.

આખરે સરકારે કાયદો કેમ પાછો ખેંચવો પડ્યો?

જૂન 2020માં મોદી સરકાર આ ત્રણ કૃષિ કાયદાઓ માટે અધ્યાદેશ લાવી હતી.તે સમયે તેનો પણ વિરોધ થયો હતો. જે બાદ સપ્ટેમ્બરમાં હોબાળા વચ્ચે આ ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા હતા. તે પછી, 27 સપ્ટેમ્બર 2020 ના રોજ, રાષ્ટ્રપતિએ પણ તેમને મંજૂરી આપી. કાયદો બન્યા બાદ ખેડૂતોના સંગઠનોએ વિરોધ શરૂ કર્યો હતો. આ પછી 26 નવેમ્બરે પંજાબ, યુપી, હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા અને આંદોલન શરૂ કર્યું.

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ઘણી વાતચીત પણ થઈ હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. સરકાર ખેડૂતોના હિસાબે સુધારો કરવા તૈયાર હતી, પરંતુ ખેડૂતો કાયદો પરત કરવા પર અડગ રહ્યા હતા. લગભગ એક વર્ષથી ચાલી રહેલા આંદોલન સામે સરકારને ઝુકવું પડ્યું હતું અને 19 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ ત્રણેય કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

Pravin Makwana

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!