GSTV
Home » News » 17મી લોકસભાનું પહેલુ સત્ર છ જુનથી શરૂ થશે, સ્પીકરની પસંદગી કરાશે

17મી લોકસભાનું પહેલુ સત્ર છ જુનથી શરૂ થશે, સ્પીકરની પસંદગી કરાશે

૩૦મી મેએ નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે સાથે તેમના મંત્રીઓ પણ શપથ લેશે. નવી સરકારની રચના થયા બાદ ૧૭મી લોકસભાનું પહેલુ સત્ર આગામી જુન મહિનાની ૬ તારીખથી શરૂ થવા જઇ રહ્યું છે. જે ૧૫ તારીખ સુધી ચાલશે.

 નવી સરકારનું આ પહેલુ સત્ર હશે. જેને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા જ દિવસે બન્ને ગૃહોને સંબોધશે. આ જ દિવસે લોકસભાના પ્રો ટેમ સ્પીકરની પણ નિમણુંક કરવામાં આવશે. જ્યારે કાયમી સ્પીકરની ચૂંટણી ૧૦મી જૂને થશે. 

આ ૧૭મી લોકસભાના પહેલા સત્રમાં જે પણ સાંસદ પદે ચૂંટાયા છે તેઓ શપથ ગ્રહણ કરશે. દરમિયાન સ્પીકર અને ડે. સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. નિયમ અનુસાર સ્પીકર પદે સત્તાપક્ષ જ્યારે ડે. સ્પીકર પદે વિપક્ષમાંથી કોઇને પસંદ કરવામાં આવશે. ૧૬મી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન હતા. જ્યારે ડે. સ્પીકર પદે અન્નાદ્રમુકના સાંસદ થમ્બી દુરાઇ હતા. જોકે આ વખતે સ્પીકર પદે કોને પસંદ કરવામાં આવશે તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ શકી.

READ ALSO

Related posts

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!