GSTV
Home » News » પહેલા વરસાદે મહેસાણા પાલિકાની પોલ ખુલી, નાળામાં ઓટો રીક્ષા ફસાઈ

પહેલા વરસાદે મહેસાણા પાલિકાની પોલ ખુલી, નાળામાં ઓટો રીક્ષા ફસાઈ

મહેસાણામાં નજીવા વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખુલી ગઈ છે. નજીવા વરસાદથી જ મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. મહેસાણાના નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. ગોપીનાળા, સોમનાથ ચોક, રાધનપૂર ચાર રસ્તા, ગાયત્રીમંદિર સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પાણી ભરાયું હતુ.

ગોપીનાળામાં ઓટો રીક્ષા પણ ફસાઈ હતી. રીક્ષાને સ્થાનિક લોકોની મદદથી બહાર લાવવામાં આવી હતી. સામાન્ય વરસાદ વરસતા જ પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. બીજી તરફ મહેસાણાના ઊંઝા, વિસનગર, કડી, ખેરાલુ સહિત વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

READ ALSO

Related posts

રજા પર વતન પરત આવેલા સૈનિકનું વિજ કરંટ લાગતા મોત

Nilesh Jethva

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!