GSTV
Home » News » પ્રથમ વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી, અમદાવાદ શહેર બન્યું ભૂવાનગરી

પ્રથમ વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી, અમદાવાદ શહેર બન્યું ભૂવાનગરી

અમદાવાદમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. સ્માર્ટ સિટી બની રહેલા અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભુવા પડવાના શ્રીગણેશ થઈ ગયા છે. ત્યારે કોર્પોરેશનમાં શાસક અને વિપક્ષના નેતાના આક્ષેપ પ્રતિઆક્ષેપ પણ શરૂ થઈ ગયા છે.

અમદાવાદ અને ભૂવા એકબીજાના જાણે પૂરક બની ગયા છે. હજુ તો પહેલો જ વરસાદ આવ્યો છે ત્યાં તો શહેરમાં કેટલાક વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જશોદાનગર ચાર રસ્તા પર પોલીસ ચોકી નજીક સામાન્ય વરસાદમાં જ ભુવો પડ્યો છે. વીસ દિવસ પહેલા આ માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાંખવામાં આવી હતી. યોગ્ય પુરાણના અભાવે પ્રથમ વરસાદમા જ કોન્ટ્રાકટર અને તંત્રની બેદરકારી છતી થઈ છે. વિપક્ષે ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવો આરોપ મુક્યો હતો. અને કહ્યુ હતુ કે ભાજપ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કામગીરીમાં પોલંપોલ ચાલે છે. વિપક્ષી દિનેશ શર્માએ ભૂવા મુદ્દે મેયર અને કમિશનરને રજૂઆત કરવાની વાત કરી હતી.

બીજો ભૂવો જીવરાજથી શ્યામલ જતા પુલ નીચે પડ્યો છે. ભૂવો પડતાં પાણીની લાઈન તૂટી ગઈ હતી. વીજ જંકશન પણ ભૂવામાં ગરકાવ થઇ ગયું હતું અને બાજુમાં આવેલી એક હોટલની કમ્પાઉન્ડની દીવાલ પણ ધસી પડી હતી. ત્યારે પહેલા જ નજીવા વરસાદે કોર્પોરેશનની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. તો મેયર બિજલ પટેલ એમ કહે છે કે હજુ શહેરમાં પ્રિ-મોન્સૂનની કામગીરી ચાલુ છે.

અમદાવાદમાં વરસાદના આગમનની સાથે જ મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. 15 જુન પહેલા ખોદાયેલા ખાડાઓ બૂરી કામગીરી પૂર્ણ કરવાના મનપાના દાવા પોકળ સાબિત થયા છે. કોર્પોરેશન દ્વ્રારા દાવો કરવામાં આવ્યો હતો કે 15 જૂન સુધીમાં ખાડા ખોદાયા છે તેની કામગરી પૂર્ણ થઈ જશે પરંતુ દાણીલીમડા અને માલવ તળાવ પાસે કામગરી બાકી છે. ઓઢવ, નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને પાણી માંથી પસાર થવાની ફરજ પડી હતી.

Read Also

Related posts

બાબરા : એક બાજુ લોકો ટીપા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાડ

Nilesh Jethva

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva

ગૌચર જમીન મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!