વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ, આવી છે ખાસિયત

વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. વડોદરામાં આવેલી રેલવે યુનિવર્સિટી 55 એકર જગ્યામાં ફેલાયેલી છે. વડોદરામાં શરૂ થયેલ દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની પ્રથમ બેચમાં દેશનાં 20 રાજ્યોનાં 103 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

જેઓ રેલવે તેમજ પરિવહન ક્ષેત્રનાં 2 વર્ષનાં ટેક્નિકલ કોર્સનો અભ્યાસ કરશે. કાર્યક્રમમાં પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રેલવેનાં આધુનિકીકરણ માટે યુનિવર્સિટીમાં તજજ્ઞો તૈયાર થશે. રેલવે યુનિવર્સિટીથી દેશની રેલ સેવાને વધુ ગતિ મળશે. રેલવે યુનિવર્સિટી ભવિષ્યમાં દેશની રેલવેનાં વૈશ્વિકસ્તરનાં આધુનિકીકરણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter