GSTV
Home » News » ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

સુરતના રાંદેર વિસ્તારની મુસ્લિમ મહિલાને પતિ દ્વારા ટ્રિપલ તલાક મામલે આરોપી પતિ મોહમદ ઉર્ફે વસીમ અશરફ ખાન પઠાણ સામે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.ટ્રિપલ તલાકનો ભોગ બનેલી પત્નીએ ફરિયાદ નોંધાવી છે.પતિ દ્વારા ટ્રિપલ તલાકનો ભોગ બનનાર પત્નીના પિતાના મોબાઈલ પર ફોન કરી ત્રણ વાર તલાક તલાક તલાક કહી તરછોડી દેવામાં આવી હતી.સમગ્ર મામલે રાંદેર પોલીસે પીડિતાની ફરિયાદ લઈ કેન્દ્ર સરકારના ટ્રિપલ તલાકના નવા કાયદા પ્રમાણે તપાસ હાથ ધરી છે.

સુરતના રાંદેર વિસ્તારની મુસ્લિમ મહિલાને પતિ દ્વારા ટ્રિપલ તલાક મામલે પોલીસના ઉચ્ચ અધિકારીએ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે..રાંદેર પોલીસે મહિલાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.ડીસીપી પન્ના મોમૈયાએ કહ્યુ હતુ કે.હાલ મહિલા બહાર છે અને પોલીસ મથકે આવ્યા બાદ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.આ બાબતે રાંદેર પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ આપી દીધો છે.

સુરતના રાંદેર વિસ્તારમાં પતિએ પત્નીને ફોન પર જ ટ્રિપલ તલાક આપ્યાનો કિસ્સો સામે આવ્યો છે..મહિલા પોલીસ મથકમાં ફરિયાદ માટે પહોંચી હતી.જો કે પોલીસે ટ્રિપલ તલાકનો ગુનો નોંધવાનો ઇન્કાર કર્યો હતો.પોલીસે દહેજ ધારા હેઠળ ગુનો નોંધવાની તૈયારી દર્શાવી હતી.

પોલીસે સરકાર તરફથી સુધારો ન આવતા ટ્રિપલ તલાકનો ગુનો નોધ્યો નહોતો.મહિલાએ ટ્રિપલ તલાકનો ગુનો નોંધવાની માંગ કરી હતી.જો કે પોલીસે મનાઇ કરતા મહિલા પોલીસ મથકેથી ઘરે જતી રહી હતી.જો કે ઉચ્ચ અધિકારીના આદેશ બાદ પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ગુજરાત મંદીના ભરડામાં, રૂપાણીના ખુલાસા છતાં વેપારોમાં ધરખમ ઘટાડો

Karan

NASAએ ચંદ્રયાન-2નાં લેન્ડિંગ સાઇટની તસવીરો ખેંચી, ટુંક સમયમાં મળશે સારા સમાચાર

Riyaz Parmar

પલટવાર : મુખ્ય મંત્રી થોડા ઉદ્યોગપતિને મળે એટલે તેમને તેજી દેખાય છે : અમિત ચાવડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!