GSTV
Home » News » લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના આંકડા આવ્યા સામે, જુઓ ક્યાં કેટલા ટકા થયું મતદાન

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના આંકડા આવ્યા સામે, જુઓ ક્યાં કેટલા ટકા થયું મતદાન

sadhvi pragya

લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના આંકડા સામે આવ્યા છે. પહેલા તબક્કાની કુલ 91 બેઠક ઉપર 69.43 ટકા મતદાન થયુ છે. જેમા સૌથી વધારે પશ્વિમ બંગાળની બે બેઠક ઉપર 83.79 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન બિહારમાં 53.47 ટકા થયું.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે આંધ્ર પ્રદેશમાં 78.14 ટકા, અરૂણાચલ પ્રદેશમાં 67.08 ટકા, આસામ 78.23 ટકા, બિહારમાં 53.47 ટકા, છત્તીસગઢમાં 65.80 ટકા, જમ્મુ કાશ્મીરમાં 57.35 ટકા, અને મહારાષ્ટ્રમાં 63.04 ટકા મતદાન નોંધવામાં આવ્યુ છે.

આ વખતે પહેલા તબક્કામાં યુપીમાં બે ટકા મતદાન ઓછુ થયુ છે. 2014માં યુપીમાં 65.76 ટકા મતદાન થયુ હતુ. ત્યારે આ વખતે 63.88 ટકા થયુ છે. તો બીજી તરફ લોકસભા બાદ આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 78.14 ટકા, ઓડિસામાં 73.76 ટકા, સિક્કિમમાં 78.19 ટકા અને અરૂણાચલ પ્રદેશમાં 67.08 ટકા મતદાન કરવામાં નોંધાયુ છે.

Read Also

Related posts

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel