GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોદી સરકારની બીજી ટર્મનો પહેલો દિવસ, પ્રધાનોને થશે ખાતાની ફાળવણી

આજે દિલ્હીમાં એનડીએ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીવખત પોતાનો પદભાર સંભાળ્યો છે. ત્યારે મોદી સરકારની આ બીજી ટર્મની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવવાની છે.

આજની કેબિનેટની બેઠકમાં 24 કેબિનેટ પ્રધાનો સહિત તમામ 57 પ્રધાનો સામેલ થશે અને નવનિયુક્ત તમામ પ્રધાનોને ખાતાની ફાળવણી થશે. તો સાથે જ આજની પ્રથમ કેબિનેટમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતા છે.

મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરી લીધા હતા. દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સૌપ્રથમ મોદીએ બાદમાં રાજનાથસિંહ, ત્રીજા ક્રમે અમિત શાહે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

દરમિયાન આ શપથ બંધારણીય સમારોહ હોવાથી તેને માન આપીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, અરવિંદ કેજરીવાલ સહીતના વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તેમાં કેબિનેટમાં રાજનાથસિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સિતારમન, રામ વિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગેહલોત, સ્મૃતિ ઇરાની, હર્ષ વર્ધન, જાવડેકર, પિયુષ ગોયલ, મુક્તાર અબ્બાસ નકવી સહીત આશરે ૨૪ જેટલા કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

જ્યારે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે જિતેન્દ્રસિંહ, કિરણ રિજ્જુજી, મનસુખ માંડવીયા, પરષોત્તમ રુપાલા સહીતનાએ શપથ ગ્રહણ કર્યા હતા. મોદી સહીત કુલ ૫૮ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં કેબિનેટના ૨૪, રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) નવ અને રાજ્યકક્ષાના ૨૪ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોદી સહીત ગણતરી કરવામાં આવે તો કેબિનેટમાં ૫૮ મંત્રીઓ સામેલ કરાયા છે.

શપથવીધી પહેલા નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદી રાજઘાટ આવ્યા હતા, જ્યાં તેમણે સવારે આશરે સાત કલાકે શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જે બાદ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન અમિત શાહ સહીતના પક્ષના અન્ય નેતાઓ પણ મોદીની સાથે હાજર રહ્યા હતા.

બાદમાં મોદીએ ટ્વિટ કરીને પણ ગાંધીજીને યાદ કર્યા હતા. સાંજે આશરે છ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવીધી સમારોહમાં મહેમાનોની આવવાની શરૃઆત થઇ ગઇ હતી. જેમાં અનેક રાજનેતાઓ, બિમ્સ્ટેક દેશો જેમ કે બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેંડ, નેપાળ, ભૂતાનના વડાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read Also

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

અવધમાં આજે દિવાળી, 500 વર્ષ પછી જન્મભૂમિમાં રામ મંદિરનો થશે શિલાન્યાસ

pratik shah

લેબનાનની રાજધાની બૈરૂતમાં થયેલા બે ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!