GSTV

સુપ્રીમે શનિવારે ચુકાદો આપ્યો હોય તેવો પહેલો કિસ્સો

Last Updated on November 10, 2019 by Mayur

અયોધ્યા કેસનો ચુકાદો અનેક રીતે પણ ઐતિહાસિક માનવામાં આવે છે, આ ચુકાદાની સાથે જ સદી જુનો વિવાદ પુરો થઇ ગયો છે. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ સપ્તાહમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ માટે કામ કરે છે, જોકે અયોધ્યા કેસનો ચુકાદો કોર્ટે શનિવારે પણ આપ્યો હતો.

સામાન્ય રીતે શનિવાર-રવિવારે કોર્ટ બંધ રહે છે પણ અયોધ્યા કેસનો ચુકાદો વહેલા આવે તે માટે શનિવારે પણ સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી હતી. અગાઉ જે પણ મોટા ચુકાદા આવ્યા તેમાં રવિવારે તો ક્યારેક રાત્રે પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલી ચુક્યા છે. જોકે પહેલી વખત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ સામે ચાલીને શનિવારને ચુકાદા માટે પસંદ કર્યો હતો.

અગાઉ જ્યારે 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યારે કલ્યાણસિંહની ઉત્તર પ્રદેશની સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગઇ હતી અને મસ્જિદને તોડતી અટકાવી નહોતી શકી ત્યારે પણ સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એમ.એન. વેંકટચાલીઆએ પોતાના નિવાસ સ્થાને જ કોર્ટ શરૂ કરી દીધી હતી અને સ્પેશિયલ સિટિંગ દરમિયાન સુનાવણી હાથ ધરી હતી.

મુખ્ય ન્યાયાધીશના પીપીએસ એચ.કે. જૂનેજાએ જણાવ્યું હતું કે અનેક એવા કેસો છે કે જેમાં રવિવારે કે શનિવારે પણ અથવા તો રાત્રે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હોય. જોકે મને એવુ કઇ યાદ નથી કે જેમાં શનિવારને ચુકાદો આપવામાં આવ્યો હોય, એટલે કે શનિવારે સુનાવણી તો થઇ ચુકી છે પણ ચુકાદો કદાચ પહેલી વખત આપવામાં આવ્યો હોય તેવું બન્યું છે.

READ ALSO

Related posts

ફ્લાઈટમાં પેપર વર્ક કરતા દેખાયા મોદી: લોકોએ કહ્યું- જો જમીન પર કામ કર્યું હોત તો, આજે હવામાં કામ કરવાની જરૂર ન પડી હોત

Pravin Makwana

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana

પેન્શન સાથે જોડાયેલા નિયમોમાં સરકારે કર્યા મોટા ફેરફાર, કર્મચારીઓની હત્યા મામલે પેન્શન રોકવામાં આવશે નહીં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!