ગુજરાતમાં કોરોના અર્થાત કોવિડ-૧૯ નામની મહામારીના વિદેશથી પ્રવેશ થયાને આજે ૩ વર્ષ પૂરા થયા છે. રાજ્યમાં સૌ પ્રથમ કેસ ૧૮ માર્ચ ૨૦૨૦ના રોજ રાજકોટના જંગલેશ્વરમાં એક યુવાન જે યુ.એ.ઈ.થી આવ્યો હતો તેનો ડિટેક્ટ થયો હતો અને ત્યારબાદ તુરંત સુરતમાં ઈંગ્લેન્ડથી આવેલ એક યુવતીનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો અને મહામારીને નહીં જાણતા રાજ્યના લોકોમાં ગભરાટનું મોજુ ફરી વળ્યું હતું અને લોકડાઉન, કર્ફ્યુનો લાંબો સિલસિલો શરુ થયો હતો. ઉપરાઉપરી ચાર મોજા આવ્યા પછી કોરોનાનું પાંચમું હળવુ મોજું માર્ચ ૨૦૨૩ના આરંભથી શરુ થયું છે અને ફરી કેસો વાધવા લાગ્યા છે.

એક વર્ષ પહેલા માર્ચ-૨૦૨૨માં કોરોના જે સ્થિતિએ હતો તે સ્થિતિએ ફરી માર્ચ-૨૦૨૩માં પહોંચ્યો છે. એક્ટીવ કેસો રાજ્યમાં સીંગલ ડીજીટમાં આવી ગયા હતા તે સવા પાંચસોએ પહોંચ્યા છે. હજુ ગત ફેબુ્આરીમાં જ રાજ્યના ૩૩માંથી ૩૦ જિલ્લા કોરોનામુક્ત થયા હતા અને આજે ૨૧ જિલ્લા કોરોનાગ્રસ્ત છે.
ગુજરાતમાં કોરોનાના ચાર મોજા (૧) સપ્ટેમ્બર-૨૦૨૦ (૨) એપ્રિલ-મે,૨૦૨૧ (૩) જાન્યુઆરી-૨૦૨૨ અને (૪) ઓગષ્ટ-૨૦૨૨ના આવ્યા છે અને હાલ અઘોષિત પાંચમું મોજુ કહી શકાય. કારણ કે ગત ફેબુ્આરી અંત સુધી રોજ એક-બે કેસ હવે એકસોને પાર થયા છે. આજે રાજ્યમાં ૧૨૧ નવા કેસ સાથે એક્ટીવ કેસ ૫૨૧એ પહોંચ્યા છે. સૌથી વધુ ખતરનાક મોજુ ડેલ્ટા વાયરસથી આવ્યું જેમાં ટપોટપ માણસો મર્યા અને સ્મશાનો ખુટી પડયાના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ૨૨ માસના સમય પહેલાના સમયને દુઃસ્વપ્ન ગણી લોકો એ જ રોજબરોજની પ્રવૃતિમાં મસ્ત અને વ્યસ્ત બની ગયા છે.
આખા ઘર અને પડોશીઓને ક્વોરન્ટાઈન કરીને બહાર આવવા-જવાની સખત મનાઈ, લોકડાઉન, કર્ફ્યુનો અતિરેક અને તેના પગલે કોરોના રાત્રે જ આવે છે તેવી રમૂજો, માસ્ક અને તેનો વગદાર નેતાઓ દ્વારા જ થતા ભંગની ટીકા, ડિસ્ટન્સ જાળવવા ચૂસ્ત નિયમો અને છતાં ટોળા, ધન્વંતરી અને સંજીવની રાથો અને એમ્બ્યુલન્સની સતત દોડાધામ, બેડ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, ઓક્સીજન માટે લાંબી કતારો, ભલામણોનો એ ભયાવહ ભૂતકાળ ભૂલી જવાયો છે.
કોરોનાથી બચવાનો કોઈ ઉપાય ન્હોતો ત્યારે વેક્સીનની કાગડોળે રાહ જોવાતી અને તેનો ખૂબ ખૂબ જશ પણ લેવાયો પરંતુ, ગુજરાતમાં કોરોનાના ત્રણ વર્ષ અને વેક્સીનેશનના બે વર્ષ પછી આજ સુધીમાં ૪.૯૪ કરોડ પુખ્તવયના લોકો, ૨૯ લાખ ૧૫થી ૧૭ વર્ષના તરુણો અને ૧૬.૭૭ લાખ ૧૨થી ૧૪ વર્ષના કિશોરો સહિત સહિત ૫.૪૦ કરોડે વેક્સીનનો ડબલ ડોઝ લીધો છે અને આ વેક્સીનેશનમાં હજુ એક કરોડ ગુજરાતીઓ બાકી છે. પ્રિકોશન ડોઝ તો માત્ર ૧.૩૭ કરોડ લોકોએ લીધો છે.
વેક્સીન છતાં કોરોના પ્રસરી રહ્યો છે, ઓમિક્રોન અને તેના સબલાઈનેજીઝ સહિત દેશમાં ૯૦થી વધુ વેરિયેન્ટ માત્ર બે મહિનામાં શોધાયા છે. ગુજરાતમાં એક્સબીબી સહિતના વેરિયેન્ટ સક્રિય હોવાનું તારણ છે. કોરોના સતત રૃપ બદલતો રહ્યો છે અને વેક્સીનાથી માસ કે હર્ડ ઈમ્યુનિટી કેટલા ટકા તેનો હાલ કોઈ સર્વે નાથી. ત્રણ વર્ષે કોરોના હજુ જીવંત છે.
કોરોના મુખ્યત્વે ફેફસાં અને હૃદય પર ઘાતક અસર કરે છે
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ કેમ થાય છે તે માટે સૌ પ્રાથમ ઓટોપ્સી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થઈ હતી અને તેમાં એક તારણ એ નીકળ્યું હતું કે કોરોના પ્રસર્યા પછી ફેફસાં જે મુલાયમ બ્રેડ જેવા હોય તે શેકેલી બ્રેડ જેવા બની જાય છે. અને લોહીની નળીમાં ગઠ્ઠા જામી જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના પછી ઘણાને શ્વાસોશ્વાસ અને હાર્ટની તકલીફ થઈ છે.
READ ALSO
- ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો
- રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે
- ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
- હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત
- આર્થિક તંગીથી પરેશાન છો ? એક દીવો કરી શકે છે તમારી બધી જ સમસ્યા દૂર, આ રીતે કરો ઉપાય