લોકસભામાં પ્રચંડ બહુમતિ મેળવી હોવા છતાં રાજ્યસભામાં વિપક્ષોનું સંખ્યાબળ વધુ હોવાથી સરકારને અનેક બિલ પસાર કરાવવામાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. લોકસભા સત્રના પ્રથમ બે દિવસ તમામ નવનિયુક્ત સભ્યોને શપથ લેવડાવવામાં આવશે.19 જૂનના રોજ સ્પીકરની ચૂંટણી થશે. અને 20 જૂનના રોજ રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.

પ્રથમ સત્રમાં જ સરકાર અનેક મહત્વના બિલને કાયદાનું સ્વરૂપ આપવાની કોશિશ કરશે. મોદી સરકારનો પ્રયાસ એ રહેશે કે સંસદના પહેલા સત્રમાં 10 વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે. જો કે સૌ કોઇની નજર ટ્રિપલ તલાક બિલ પર રહેલી છે.પરંતુ કોંગ્રેસ અને ખુદ એનડીએની સહયોગી પાર્ટી જેડીયુએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરવાનું જાહેર કરતા સરકારની મુશ્કેલી વધી શકે છે.

જો કે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ સંબંધી વટહુકમ આ વખતે સંસદના બંને ગૃહમાં પસાર થઇ જાય તેવી મોદી સરકારની પૂરી કોશિશ રહેશે. સરકાર સત્રમાં જે મહત્વના બિલ રજૂ કરવા જઇ રહી છે તેમાં જમ્મુ અને કાશ્મીર અનામત (સંશોધન) વટહુકમ… કંપની (સંશોધન) વટહુકમ… આધાર અને અન્ય કાનૂન (સંશોધન) વટહુકમ… ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સંશોધન) વટહુકમ…

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર વટહુકમ, હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) વટહુકમ… વિશેષ આર્થિક ક્ષેત્ર (સંશોધન) વટહુકમ… અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન વટહુકમ સામેલ છે… ત્યારે સરકાર આ તમામ બિલ મુદ્દે વિપક્ષોનું સમર્થન મેળવી તેને પસાર કરાવી શકશે કે કેમ તે જોવું રહ્યું.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો