ભારતમાં પહેલો 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ ફોનનું નામ રિયલમી એક્સ 50 પ્રો 5જી છે. આ ફોનને સોમવારથી ખરીદી શકાય છે. અને તેનું વેચાણ ઓનલાઈન સાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનમાં ફ્લેગશિપ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે 5જી મોડમ, 90હર્ટઝ ડિસ્પલે અને ક્વોડ રિયર કેમેરાનું સેટઅપ આપ્યું છે. સ્નેપડ્રેગન 865 દુનિયાનું સૌથી ઝડપી પ્રોસેસ છે.
ભારતમાં પહેલો 5જી સ્માર્ટફોન લોન્ચ થયો
રિયલમી એક્સ 50 પ્રો 5જીને ભારતમાં 37,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોન રિયલમીની સાઈટ પરથી પણ ખરીદવામાં આવી શકે છે. આ કિંમત તેની 6જીબી રેમ + 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. કંપનીએ તેનાં 8જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 39,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની તેનું 12જીબી રેમ + 256જીબી સ્ટોરેજ વાળો પણ ફોન વેચી રહ્યી છે, જેની કિંમત 44,999 રૂપિયા છે.

સ્નેપડ્રેગન 865 દુનિયાનું સૌથી ઝડપી પ્રોસેસ
રિયલમી એક્સ 50 પ્રો 5જીમાં કંપનીએ ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે ફોનમાં 6.44 ઈંચ સુપ અમોલેડ ડિસ્પલે આપ્યું છે. તેનું રિફ્રેશ રેટ 90 હટર્ઝ છે. ફોનમાં પિલ શેપ્ટ કટઆઉટ છે. આ સિવાય તેનાં ફ્રન્ટમાં ડ્યૂલ અલ્ટ્રા વાઈડ સેલ્ફી કેમેરો છે. ફોનમાં કંપનીએ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપ્યું છે. કંપનીએ ફેનમાં 92 ટકા સ્ક્રિન ટૂ બોડી રે્યો આપ્યો છે. જેમાં ફુલ એચડી પ્લસ રેઝોલ્યૂશન છે. આ ફોનમાં ફ્રન્ટમાં બે કેમેરા આપ્યા છે, જેમાં પ્રાઈમરી સેન્સર 32 મેગાપિક્સલ, અન્ય 8 મેગા પિક્સલ છે. કંપનીએ ફોનમાં 4200 એમએએચની બેટરી આપી છે. 65 વોટ સુપર ડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથએ આવે છએ. આ ફોનમાં ક્વોડ રિયર કેમેરાનું સેટઅપ છે, જે 64મેગાપિક્સલ છે. આમ વિવિધ અવનવા ફિચર્સ માટે આ ફોનની ટેક્નોલોજી અદ્યતન છે.
READ ALSO
- આનંદો / Vi પોતાના ગ્રાહક માટે લાવ્યુ આ ખાસ સુવિધા, ઘરબેઠા લઈ શકો છો ડૉકટરની સલાહ
- ડ્રાઇવિંગ લાયસન્સ 2010ના વર્ષ પહેલા ઇશ્યુ થયુ હોય તો જરૂર વાંચો, વાહનચાલકોના હિતમાં રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય
- ફફડાટ/ ગુજરાતના આ શહેરની સ્કૂલ અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું
- બિહારમાં ફરમાન: સોશિયલ મીડિયા પર નેતાઓ-અધિકારીઓ પર અપમાનજનક ટિપ્પણી કરશો તો થશે કડક કાર્યવાહી
- હવે કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લેવી પડશે મોંધી, 1 એપ્રિલથી વધશે વ્યાજ ? જાણો શું છે હકિકત