GSTV

મહાપાલિકા કમિશ્નરે કહ્યું, ‘અમદાવાદ પાસે 81 મીટરની ઈમારત સુધી જઈ શકે તેવા ફાયર’

Last Updated on May 25, 2019 by Arohi

સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મહાપાલિકા પણ હરકતમાં આવી ગયું છે. અમદાવાદ મહાનગર પાલિકામાં બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. મહાપાલિકા કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, આગની ઘટનાઓને લઈને ફાયર વિભાગ સક્રિય છે. અમદાવાદમાં 81 મીટરની ઈમારત સુધી જઈ શકે તેવા ફાયર વિભાગો પાસે છે. મહાપાલિકાની ટીમ છ મહિનાથી ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરી રહી છે અને બેદરકારો સામે પગલાં પણ ભરાઈ રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આગ અકસ્માતની ઘટનામાં જ્યાં સુધી ફાયરની ટીમ ન પહોંચે ત્યાં સુધી જવાબદારી સ્થળના માલિકની છે. લોકો આ મુદ્દે સ્વરક્ષા, ફાયર સેફ્ટી મુદ્દે સભાનતા કેળવે તે જરૂરી છે. નોકરીયાતો પોતાની નોકરીના સ્થળે અને બાળકોને સ્કુલ અથવા ટ્યુશન મોકલવાના સ્થળે ફાયર સેફ્ટીની ચકાસણી કરે અને ત્યાર પછી જ ત્યાં મોકલે. મહત્તવનું છે કે સુરતની આ ઘટનામાં લગભગ 20 જેટલાં બાળકોના મૃત્યુ થયા હતા. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!