રાજકોટમાં આજી GIDCમાં કેમિકલની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમત બાદ ઓલવાઈ છે. 10 જેટલા ફાયર ફાઈટરના 40 જવાનોએ આગને ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી. દરમિયાન ફાયર વિભાગના ચીફ ઓફિસર દાઝ્યા હતા. તો અન્ય 3થી 4 જવાનો સહિત 7 લોકો દાઝ્યા હતા અને કેટલાકના શ્વાસ રૂંધાયા હતા. મેહુલ ઝિંઝુવાડિયા, ઈન્દ્રેશ રાઉ, હરેશ શિયાળા અને સંજય જાદવ નામના ફાયર જવાન દાઝી જતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભીષણ આગના કારણે ફાયર વિભાગે બ્રેગેડ કોલ જાહેર કરીને આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો હતો. પોલીસ તંત્રએ આસપાસના સમગ્ર વિસ્તારના એકમોમાંથી કમદારો તથા અન્ય લોકોને દૂર હટાવી દીધા હતા. આગ વિકરાળ બનતાં આસપાસના ફાયરબ્રિગેડને પણ સ્ટેન્ડ ટુ કર્યા હતા. બપોરે ત્રણ વાગ્યે લાગેલી આગ ઓલવલા 40થી વધુ ફાયર ફાયટરના જવાનો કવાયત હાથ ધરી હતી. જેસીબીથી ફેક્ટરીની દીવાલ તોડવામાં આવી.

ફેક્ટરીના સમગ્ર પરિસરમાં આગ ફેલાઈ હતી. બાજુમાં પડેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં પણ બ્લાસ્ટ થયો હતો. ફાયર બ્રિગેડે આગ ઓલવવા પાણી સાથે ફોમ પણ ઉપયોગ કર્યો હતો. અતિ જ્વલનશિલ નેપ્થાના જથ્થામાં આગ લાગી હતી. જે ઓલવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. નેપ્થાનો ધુમાડો અતિખતરનાક હોય છે. આ ધુમાડો શ્વાસમાં જાય તો આરોગ્ય પર માઠી અસર પડી શકે છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો