GSTV
Home » News » અમેરિકન પ્રોડક્ટ્સને લઈ નાણા મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય, જાણો તેની વિગતો…..

અમેરિકન પ્રોડક્ટ્સને લઈ નાણા મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય, જાણો તેની વિગતો…..

અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે ડયુટી ફ્રી નિકાસનો ફાયદો હટાવતા ખુબજ લાંબા સમય પછી હવે ભારતે ર૯ અમેરિકન પ્રોડક્ટ્સ ઉપર પ્રતિકારાત્મક ટેરિફ લાદયો છે. ત્યારે આ મામલા માટે સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, નાણા મંત્રાલય દ્વારા રવિવારે પહેલા અથવા કાલે સત્તાવાર રીતે આ બાબતની જાણ કરવામાં આવશે.

જેમાં ગત વર્ષે ર૦ જૂનને ભારત અમેરિકાના ર૩પ૦ લાખ ડોલરના મુલ્યના ગુડ્સ ઉપર ટેરિફ લાદી શકે છે એવી જાહેરાત કર્યા પછી હવે ભારત સરકારે તેનો અમલ કર્યો છે એટલે કે પહેલી જાહેરાતના એક વર્ષ પછી ભારતે અમેરિકન પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ લાદયો છે.

નોંધનીય છે કે, ર૮-ર૯ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જાપાનના ઓસાકામાં બેઠક થવાની છે તેના પૂર્વે ભારતે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ ઉપર ટેરિફ લાદયો છે. મીટિંગ પહેલા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પો રપ-ર૬ જૂને જી – ર૦ સમિટ પહેલા ભારતના એસ જગશંકર સાથે દ્ધિપક્ષિય ચર્ચા માટે નવી દિલ્હીની મુલકાત લેશે. તાજેતરમાં વોશિંગ્ટન ખાતે ૪૪મી વાર્ષિક યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલમાં પોમ્પોએ જણાવ્યુ કે, જીએસપી પ્રોગ્રામ જેવા મુશ્કેલ મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે. પરંતુ વિશ્વની સૌથી મોદી લોકશાહીને આપણે જાણીએ છીએ તે બંને વચ્ચેના મતભેદોને દુર કરી શકે છે. બંને વચ્ચે પ્રમાણિકપણે ચર્ચા થવાની છે.  

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!