GSTV

મુખ્ય ન્યાયાધીશ પદે ગોગોઇની અંતિમ સુનાવણી, ચાર મિનિટમાં 10 નોટિસ ફટકારી

Last Updated on November 16, 2019 by Mayur

અયોધ્યામાં રામ મંદિર કેસનો ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ 17મી તારીખે નિવૃત થવા જઇ રહ્યા છે.જેને પગલે તેઓએ શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ તરીકેના પોતાના કાર્યકાળની અંતિમ સુનાવણી હાથ ધરી હતી. તેઓએ અંતિમ દિવસે પણ માત્ર 4 મિનિટની સુનાવણીમાં જ 10 નોટિસ ફટકારી દીધી હતી.  અયોધ્યામાં રામ મંદિર, સબરીમાલા, રફાલ, સીજેઆઇના કાર્યાલયને આરટીઆઇ હેઠળ લાવવા જેવા અનેક મહત્વપૂર્ણ ચુકાદા કે કેસની સુનાવણી તેમણે આ મહિનામાં જ પુરી કરી લીધી હતી.

આ દરમિયાન તેઓ આ સોમવારે નિવૃત થવા જઇ રહ્યા છે. જેને પગલે તેઓએ શુક્રવારે અંતિમ દિવસે સુનાવણી હાથ ધરી હતી, શનિવાર-રવિવારે સુપ્રીમ કોર્ટમાં રજા હોવાથી તેઓ કોઇ સુનાવણી હાથ નહીં ધરી શકે.17મીએ  મુખ્ય ન્યાયાધીશ ગોગોઇ નિવૃત થવા જઇ રહ્યા હોવાથી હવે 18મીએ મુખ્ય ન્યાયાધીશનું પદ બોબડે સંભાળશે. બોબડે સુપ્રીમ કોર્ટમાં સૌથી સીનિયર ન્યાયાધીશ હોવાથી તેમને આ પદ સોપવામા આવશે.દરમિયાન શુક્રવારે જ્યારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ સવારે 10 કલાકે કોર્ટરૂમમાં પહોંચ્યા તો કોર્ટરૂમ ખચાખચ ભરેલો હતો. તેમને સાંભળવા માટે વકીલો અને અન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

અંતિમ દિવસે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ બોબડેની બેંચે યાદીમાં સામેલ મામલાઓની સુનાવણી હાથ ધરી હતી, તેઓએ માત્ર ચાર જ મિનિટમાં એક મામલાની સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને પક્ષકારોને 10 જેટલી નોટિસ ફટકારી હતી.આ પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટ બાર અસોશિએસનના અધ્યક્ષ રાકેશ ખન્નાએ દરેક વતી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇનો આભાર વ્યક્ત કર્યો હતો. બાદમાં ગોગોઇએ પણ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાદમાં કોર્ટરૂમમાંથી વિદાય લીધી હતી.શુક્રવારે બપોરે અઢી કલાકે ગોગોઇ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે તેઓ મુખ્ય ન્યાયાધીશ બન્યા ત્યારે પણ તેઓ રાજઘાટ ગયા હતા. સાથે જ તેઓએ વીડિયો દ્વારા દરેક હાઇકોર્ટના ન્યાયાધીશો અને અિધકારીઓને શુભકામના પણ પાઠવી હતી.

READ ALSO

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana

અર્થતંત્ર / બજારમાં નહીં ફરતી થાય કડકડતી નોટો, ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ છતાં મોદી સરકારે લીધો આ નિર્ણય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!