GSTV

ફિલ્મ ‘ઓક્ટોબર’ પર કોપીનો આરોપ, ડાયરેકટરે કહ્યું ક્યાંથી આવ્યો હતો આઈડિયા

Last Updated on April 21, 2018 by Arohi

હાલમાં જ રિલીઝ થયેલી સુજીત સરકારની વરૂણ ધવન સ્ટારર ફિલ્મ ઓક્ટોબર ચર્ચામાં છે. ફિલ્મે પહેલા અઠવાડિયે જ સારી કમાણી કરી લીધી છે પરંતુ ફિલ્મના નિર્માતાઓ પર સ્ટોરી આઈડિયા ચોરી કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

અમેરિકા બેસ્ટ ફિલ્મમેકર અને એડિટર હેમલ ત્રિવેદીએ ફેસબુક પર દાવો કર્યો છે કે ‘ઓક્ટોબર’ મરાઠી ફિલ્મ ‘આરતી- ધ અનનોન લવ સ્ટોરી’ની નકલ છે. હેમલનું કહેવું છે કે આ ફિલ્મ ડાયરેક્ટર સારિકા મેનેના ભાઈના અસલ જીવન પર આધારિત છે.

આ બાદ નિર્દેશક સુજીત સરકારે એક ઇન્ટર્વ્યૂમાં આ આરોપનો જવાબ આપતા કયું કે, ફિલ્મના લીડ એક્ટરની કહાણી તેમના પોતાના જીવન પર આધારિત છે. તેમણે કહ્યું કે, 2004માં મારી માતા દિલ્હીમાં એડમિટ હતી અને સાડા ત્રણ મહીના સુધી કોમમાં રહી હતી. જે ડોક્ટરોએ મારી માતાનો ઈલાજ કર્યો હતો તેમણે માણે ફિલ્મમાં મદદ કરી હતી. માણે નથી ખબર કે હું ડોન જેવો હતો કે નહીં પરંતુ અમે ફિલ્મમાં એવી વસ્તુઓ બતાવી છે જે એક પેશન્ટના પરિવાર સાથે થઇ શકે છે.

સુજીતે જણાવ્યું કે આ સ્ટોરી ફિલ્મની લેખિકા જૂહી ચતુર્વેદીએ ડેવલોપ કરી છે. મેં તેમને ફક્ત એટલુજ કહ્યું હતું કે શું તે એક સંબંધમાં માતા અને તેના બાળકનો નિઃસ્વાર્થ પ્રેમ બતાવી શકે છે.

સુજીતે જણાવ્યું કે જૂહીની માતા પણ લાંબા સમય સુધી વેન્ટીલેટર પર રહ્યા છે. ફિલ્મ પીકૂ વખતે તેણે આ સ્ટોરી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ઓક્ટોબર એક શૂલી નામની છોકરીની કહાણીની છે જે હોટલના ધાબા પરથી પડીને કોમમાં જતી રહે છે. વરૂણ ધવને શૂલીના મિત્રની ભૂમિકા ભજવી છે.

Related posts

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સ્કિન રિવીલિંગ કપડાં પહેરવાથી કર્યો ઇન્કાર, તો બિગ બોસની આ પૂર્વ કન્ટેસ્ટન્ટને નથી મળી રહી ઓફર

Damini Patel

OMG: કરણ જોહરે ખરીદી નવી કરોડો રૂપિયાની શાનદાર કાર, કિંમત જાણશો તો હોશ ઉડી જશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!