પ્રશ્નોનું નિવારણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે, સરકાર પણ લડી લેવાના મૂડમાં

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે દેખાવકારોએ વિવિધ પ્રકારે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો. રાજ્ય સરકારે સમસ્યાઓ અંગે વાતાઘાટો માટે ત્રણ પ્રધાનોની કમિટી બનાવી છે. ત્યારે એસટી કર્મચારી યુનિયને કહ્યું કે સરકાર બોલાવશે તો વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમાધાન નહીં થાય તો રામધૂન સહિત રાજ્યભરમાં આંદોલન વધુ વેગવતું બનાવાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી. અને કહ્યું જ્યાં સુધી પ્રશ્નોનું નિવારણ નહીં આવે ત્યા સુધી લડત ચાલુ રહેશે.

તો એસટી કર્મચારી યુનિયનનું એમ પણ કહેવું છે કે રાજ્ય સરકારનું નિગમ પર 1142 કરોડનું દેવું છે. 11 કરોડ 82 ટકા વિદ્યાર્થીઓને પાસ કન્શેસન, ગ્રામીણ વિદ્યાર્થિનીઓને 10 ટકા કંશેશન આપવામાં આવે છે. તો સરકારના વિવિધ મેળામાં 17 કરોડ, 25 કરોડ પત્રકાર અને વિકલાંગ તેમજ કેંસરના દર્દીઓને કંશનશન મળીને કુલ 1142 કરોડ એસટી નિગમની સરકાર પાસેથી લેવાના નીકળે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter