પિતાના એકાઉન્ટનું ATM કઢાવ્યું પણ રૂપિયા તો સિક્યુરીટી ગાર્ડના ખાતામાં પહોંચી ગયા

ભરૂચના બંબાખાના ATMમાંથી રૂપિયા એક લાખ અન્યના કાર્ડ વડે ઉપાડી લેવાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું આ કારસ્તાન હોવાનું માલૂમ પડતાં ગણતરીના કલાકોમાંજ પોલીસે સિક્યુરીટી ગાર્ડ ગૌરવ પરમારની અટકાયત કરી છે. કૃણાલ કુમાર રાજપૂત નામની વ્યકિતએ તેના પિતાના એકાઉન્ટ માટે એટીએમની માંગ કરી હતી. જે એટીએમ કાર્ડ મળ્યું જ નહીં. ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી 1 લાખ બારોબાર ઉપાડી લેવાયા હતા.

જે અંગે સીસીટીવી ફૂટેજની તપાસ કરાતા સિક્યુરિટી ગાર્ડ ગૌરવ પરમારની સંડોવણી જણાઈ આવી હતી. આ સિક્યુરીટી ગાર્ડ ત્રણ ચાર વર્ષથી ATM પર નોકરી કરતો હતો. જેથી બેંક કર્મચારીઓનો વિશ્વાસ મેળવી લીધો હતો. અને તેને ડેબીટ કાર્ડનો પાસવર્ડ મેળવી લઈ ટુકડે ટુકડે એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter