GSTV
Home » News » પુત્રના ક્રિકેટના શોખ માટે પિતાએ વેચી કાઢી હતી ફેક્ટરી, હવે મળી ટીમ ઇન્ડિયામાં જગ્યા

પુત્રના ક્રિકેટના શોખ માટે પિતાએ વેચી કાઢી હતી ફેક્ટરી, હવે મળી ટીમ ઇન્ડિયામાં જગ્યા

બાંગ્લાદેશ સામેની ટી 20 સિરિઝમાં મુંબઈના ઓલ રાઉન્ડર ખેલાડી શિવમ દુબેની પસંદગી થઈ છે. શિવમે જે પણ મુકામ હાંસલ કર્યો છે તેની પાછળ તેના પિતાએ કરેલા સંઘર્ષની ચારે તરફ ચર્ચા છે. શિવમના પિતા પણ પુત્રની પસંદગીના કારણે લાઈમ લાઈટમાં આવી ગયા છે. શિવમ દુબે હિટિંગ કરવા માટે જાણીતો છે અને આ લેફ્ટી બેટસમેનની એટલે જ ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. વડોદરાનો ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ દુબેને સ્થાન મળ્યુ છે.

શિવમને ક્રિકેટર બનાવવાનુ તેના પિતા રાજેશ દુબેનુ સ્વપ્ન હતુ. તેઓ મૂળે યુપીના છે. વર્ષો પહેલા મુંબઈ શિફ્ટ થયા હતા. શિવમનુ બાળપણ મુંબઈમાં જ વિત્યુ હતુ. રાજેશ રોજ પોતાના પુત્રને 500 બોલ ફેંકીને પ્રેકિટસ કરાવતા હતા. વર્ષો સુધી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. એ પછી શિવમે પોતાનુ ફોકસ ક્રિકેટ પર કરી દીધુ હતુ. તેની તમામ જરૂરિયાતોનો પિતા રાજેશ દુબે ખ્યાલ રાખતા હતા. એટલે સુધી કે રાજેશે પોતાની ફેક્ટરી પણ વેચી નાંખી હતી. જેથી શિવમની કેરિયર પર ધ્યાન આપી શકાય.

શિવમ દુબે રણજી ટ્રોફીમાં વડોદરાના સ્વપનિલ સિંહની એક જ ઓવરમાં પાંચ છક્કા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો. શિવમ પણ કહે છે કે, મારા પિતા મને હંમેશા આક્રમક બેટ્સમેન બનાવવા માંગતા હતા અને હવે આક્રમક બેટિંગ મારી સ્ટાઈલ બની ગઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!