જે ઠંડીથી ખેડૂતોને ફાયદો થતો હતો તે જ ઠંડી બની ખેડૂતો માટે મુસીબત રૂપ

રવિ પાક દરમ્યાન જેટલી વધુ ઠંડી પડે તેટલો વધુ ફાયદો ખેડૂતોને થતો હોય છે. પરંતુ વર્તમાન સમયમાં પડી રહેલી ઠંડી ખેડૂતો માટે નુકશાનકારક સાબિત થઈ રહી હોવાથી ધરતીપુત્રો ચિંતિત છે. છેલ્લા એક અઠવાડીયાથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

તાપમાનનો પારો પણ સાત ડિગ્રી સુધી ગગડી ગયો હતો. ઠંડીની સાથે સાથે હવામાનમાં પણ પલટો આવ્યો છે. વાતાવરણ વાદળછાયું થતાં ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. વાદળછાયા વાતાવરણને પગલે રવિ પાકમાં સુકારો આવવા ઉપરાંત મોલોમસી નામની જીવાતનો પણ ઉપદ્રવ સર્જાવાની દહેશત સર્જાઈ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter