GSTV
Home » News » આ રાજ્યોના ખેડૂતોને સરકારની યોજનાનો લાભ નથી મળ્યો, જાણો શું છે કારણ….

આ રાજ્યોના ખેડૂતોને સરકારની યોજનાનો લાભ નથી મળ્યો, જાણો શું છે કારણ….

ખેડૂતને જગતના તાત કહેવામાં આવે છે. આ તાતને માથે આભ ના પડે માટે સરકાર તેમને બનતી આર્થિક સહાય પૂરી પાડવાના પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ હેઠળ જ સરકારે કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય કરવામાં આવશે. જેનો ઉપયોગ તેઓ ખેતીવાડીની જરૂરિયાત પૂર્ણ કરવા કરી શકે. બીજેપી શાસિત રાજ્યોમાં આ યોજનાનો લાભ અનેક ખેડૂતો લઈ રહ્યા છે.

જ્યારે એવા કેટલાક રાજ્યો છે જ્યાં હજુ સુધી આ યોજનાનો લાભ કોઈએ લીધો નથી. દિલ્હી, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને લક્ષદ્વિપ જેવા રાજ્યોમાંથી એકપણ ખેડૂતે આ યોજનાનો લાભ હજુ સુધી લીધો નથી. આ માહિતી કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ આપી. તેમણે જણાવ્યું કે કેટલાક રાજ્યોની સરકાર જાણી જોઈને ખેડૂતોને આ લાભથી વંછિત રાખી રહી છે. કેંદ્ર રૂપિયા મોકલી ખેડૂતોની સહાય કરી રહ્યું હોય તો તેઓએ જરૂરથી લાભ આપવો જોઈએ.

તેઓ કહે છે કે ખેડૂતોની આ પ્રકારની સહાય નહિ કરવના કારણે જ જ્યાં કોગ્રેસની સરકાર હતી ત્યાં લોકસભા ચૂંટણીમાં બીજેપની જીત થઈ. આ ચાર રાજ્યો સિવાય દેશના મોટાભાગના રાજ્યોના ખેડૂતોએ આ યોજનાનો લાભ ઉઠાવ્યો છે. બીજેપી પ્રવકતા કહે છે કે દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન છે જે બીજેપીના કટ્ટર વિરોધી છે તેમજ દિલ્હીમાં કેજરીવાલના કારણે ખેડૂતોને લાભ મળતો નથી.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!