GSTV
Home » News » છોટા ઉદેપુર જિલ્લાના ખેડુતોને પાક માટે પાણી ન મળતા થઈ આ હાલત

છોટા ઉદેપુર જિલ્લાના ખેડુતોને પાક માટે પાણી ન મળતા થઈ આ હાલત

હંમેશા કુદરત પર આધારીત ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતોને આ વખતે તો બધી તરફથી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. વાત છે ચલામલી પંથકની જ્યાં ઓછો વરસાદ, બોર ડૂકી જવાથી નજર સામે જ ઉછરેલો પાક ખતમ થતો જોવો પડી રહ્યો છે. જે પાકને લોહી રેડીને સિંચ્યો હોય તે પાક નજર સામે પાણીના અભાવે બળીને ખતમ થઇ રહ્યો હોય ત્યારે જ પીડા થાય તે જગતના તાત ખેડૂત સિવાય બીજુ કોણ સમજી શકે છે.

આ સ્થિતી એક બે ખેડૂતોની નહીં પરંતુ છોટા ઉદ્દેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે તો લગભગ દરેક ખેડૂતની આવી જ હાલત છે. હેરણ નદી કોરી ધાકોર છે. ડેમમાં પાણી નથી. ખેતરોના બોરમાં પાણી ડૂકી ગયા છે ત્યારે સ્થિતી એ આવી છેકે મહામહેનતે સિંચેલો કેળનો પાક હવે ખેડૂતોની નજર સામે જ ખતમ થઇ રહ્યો છે.

આ વખતે ઓછા વરસાદથી સિંચાઇનું પાણી મળ્યુ નથી. જેના કારણે આ સ્થિતી સર્જાઇ છે. કેળના પાકમાં તો વધુ પાણીની જરૂરીયાત રહેતી હોય છે અને પાણી ન મળ્યાનો સ્વીકાર પણ બાગાયત અધિકારી કરી રહ્યા છે. કેવી કરૂણતા કહેવાય કે પાકની માવજત કરીને તેને બચાવીને સમૃદ્ધિના સપના જોતા ખેડૂતોને પોતાના ખેતરમાં ઢોર છોડીને ખતમ થયેલા પાકને ખવડાવવો પડી રહ્યો છે. ચલામલી પંથકની આ દુર્દશાએ અનેક ખેડૂતોને દેવાના ખાડામાં ઉતારી દીધો છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!