મધ્ય ગુજરાતના ખેડૂતોએ કાઢી આક્રોશયાત્રા, સરકાર સામે કરી આ માગણીઓ

પોતાની પડતર માંગો સાથે મધ્ય ગુજરાતના ખેડૂતો અમદાવાદ કૂચ કરી રહ્યા છે. કરમસદથી પદયાત્રા કરી આ ખેડૂતો અમદાવાદ પહોંચી રહ્યા છે. તેઓ ગાંધી આશ્રમ સુધીની પદયાત્રા કરી પોતાની માંગો અંગે સરકારનું ધ્યાન ખેંચવા માંગે છે.

ખેડૂતોની માંગ છે કે સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે. ચૂંટણીના વાયદા પ્રમાણે ટેકાના ભાવો આપવામાં આવે. પાક વીમાનું ખાનગીકરણ રદ કરી અને વીમો મરજીયાત કરવામાં આવે. સાથે જ રાજ્ય સરકાર કૃષિ નીતિ બનાવે. કૃષિ આયોગની રચના કરે. ખેડૂતોને પેન્શન આપે. દૂધ ઉત્પાદકોને સબસીડી આપે અને ખેડૂત વિરોધી કાયદા રદ કરવામાં આવે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter