GSTV

ખેડૂતનો 3 વર્ષનો દીકરો ખેડૂતોની સમસ્યા પર કવિતા સંભળાવી રહ્યો હતો એ જ સમયે પિતાએ આત્મહત્યા કરી લીધી

Last Updated on March 2, 2020 by pratik shah

મહારાષ્ટ્ર 27 ફ્રેબ્રુઆરીએ મરાઠી રાજભાષા દિવસ ઉજવી રહ્યો હતો. ત્યારે સ્કૂલોમાં આ પ્રસંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અહમદનગર જિલ્લાનાં ભારજવાડી ગામની સ્કૂલમાં કવિતા સંભળાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રીજા ધોરણમાં ભણવાવાળા વિદ્યાર્થી પ્રશાંતે પણ પોતાની સ્વરચિત કવિતા કંઠસ્થ કરી હતી. એ કિસાન રાજા તૂ ના કરીશ આત્મહત્યા.

એ કિસાન રાજા તૂ ના કરીશ આત્મહત્યા

ખેડૂતોને આત્મહત્યા ન કરવવાનો સંદેશો આપનાર પ્રશાંતને તેના પિતાનાં મૃત્યુંના સમાચાર આપવામાં આવ્યા હતા. તેમણે ઝેરી પદાર્થનું પીણું પી લીધું હતું. સંબધીઓનાં અનુસાર પ્રશાંતનાં પિતાની પરેશાની જોઈન અને સમજીને કદાચ આ કવિતા લખી હોય તેવી ચર્ચા ચર્ચાઈ રહી હતી. પ્રશાંતથી 10 વર્ષ મોટા ભાઈ પ્રમોદે જણાવ્યું કે તે પિતાને તેમની પરેશાની વિશે હંમેશા પૂછતો હતો પણ તેઓ તેમની મુશ્કેલી જણાવતા નહોતા. તેઓ દેવાનાં કારણે તણાવમાં સતત રહેતા હતા. મલ્હારીનાં પિતા 70 વર્ષીય દશરથ પટુલેએ જણાવ્યું કે પુત્રીનાં લગ્ન સમયે સગા-સંબધીઓ પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા.

માસૂમે સ્કૂલમાં ખેડૂતોનાં દર્દનાં શબ્દોને કવિતાનાં રૂપમાં સંભળાવી

આ માસૂમને ક્યાં ખબર હતી કે જે સમયે તે સ્કૂલમાં ખેડૂતોનાં દર્દનાં શબ્દોને કવિતાનાં રૂપમાં આત્મહત્યા ન કરવાનો સંદેશ આપી રહ્યો છે, લોકોની પ્રસંશા પામી રહ્યો હતો. ત્યારે તે જ સમયે તેનાં પિતા મલ્હારી પટુલે આત્મહત્યાનો નિર્ણય લઈ લીધો હતો. માસૂમ પોતાની કવિતા સંભળાવ્યા બાદ ખુશીથી મહેકીને તે ઘરે પહોંચ્યો કે પિતાને તે આ સમચાર આપે, પરંતુ પિતા ઘર પર ના મળ્યા, તેને શું ખબર હતી કે પિતા અને પુત્રની મુલાકાત હવે ક્યારેય થશે નહી. માસૂમ પ્રશાંત પોતાના મિત્રો સાથે રમત રમવા પોંહચ્યો અને જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ભીડ જમા હતી.

આ કવિતા સંભળાવી હતી

मेहनत करके बावजूद भी तेरे पीछे परेशानी का पहाड़,

ए किसान राजा तू मत करना आत्महत्या.

तेरे पास पैसे नहीं होते फिर भी तेरे बच्चों को स्कूल भेजता है तू,

कड़ी धूप में खून पसीना एक कर तू करता है खेती,

अरे किसान राजा तू मत करना आत्महत्या.

फसल आने के बाद भी नहीं मिलते तुझे वाजिब दाम,

खेत में काम कर तेरे हाथ में पड़ते हैं छाले,

अरे किसान राजा तू मत करना आत्महत्या.’

પ્રશાંતની કવિતા સાંભળીને ત્યાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ

પ્રશાંતની કવિતા સાંભળીને ત્યાં હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ ને ખૂબ તાળીઓ પડી અને લોકોએ ભરપૂર પ્રશાંસા કરી હતી. ભારજવાડી જિલ્લા પરિષદ પ્રાઈમરી સ્કૂલનાં પ્રિન્સિપલ લહુ બોરાટે જણાવ્યું કે ઈંગ્લેન્ડમાં રહેતા લક્ષ્મણ ખાડેએ પણ પ્રશાંતની કવિતાને ખૂબ પ્રસંશા આપી હતી.

READ ALSO

Related posts

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : રિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!