GSTV

કોલકાતામાં ખતરનાક સ્ટંટ માટે પાણીમાં ઉતરેલો પ્રખ્યાત જાદુગર લાપતા

પશ્ચિમ બંગાળના સોનારપુર જિલ્લાનો રહેવાસી એવો પ્રખ્યાત જાદુગર ચંચલ લાહિડી એક ખતરનાક જાદુ માટે હાથ-પગને સાંકળોથી બાંધીને ક્રેનની મદદથી હુગલી નદીમાં ઉતર્યો હતો પરંતુ પાણીમાં લાપતા થઈ ગયો છે.

જાદુ જોવા માટે ભેગા થયેલા લોકોને વિશ્વાસ હતો કે તે પોતાની જાતને સાંકળો અને તાળાથી મુક્ત કરીને પાણીમાંથી બહાર આવી જશે પરંતુ ઘણો સમય થવા છતા તે બહાર ન આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોડી સાંજ સુધી ડૂબકીમારોની ટીમે પાણીમાં ઉંડે સુધી તેની તપાસ કરી હતી પરંતુ તે ન મળી આવતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

૪૧ વર્ષીય ચંચલે અગાઉ બે વખત સફળતાપૂર્વક આ પ્રયોગ કર્યો હતો અને બંધનોમાંથી મુક્ત થઈને સકુશળ પાણીમાંથી બહાર આવી ગયા હતા. અગાઉ ૨૦૧૩માં જાદુ બતાવતી વખતે ચંચલ મોતના મોઢામાંથી માંડ બચ્યા હતા પરંતુ આ વખતે નસીબે તેમનો સાથ છોડી દીધો હતો.

જાદુના આ ખતરનાક ખેલને ૧૦૦ વર્ષ પહેલા સ્ટંટ પરફોર્મર હૈરી હુદિનીએ પ્રસિદ્ધ કર્યો હતો અને મૈન્ડ્રેક નામથી પ્રખ્યાત ચંચલ મજબૂત દોરડા વડે હાથ-પગ સહિત સમગ્ર શરીરને બાંધીને રવિવારે હાવડા બ્રિજની નીચે નદીમાં ઉતર્યો હતો. જાદુ માટે ચંચલે અગાઉથી જ કોલકાતા પોલીસ અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટની મંજૂરી મેળવી લીધી હતી.

જો કે તેણે માત્ર હોડી પર ઉભા રહીને જ કરતબ દેખાડવાનો ઉલ્લેખ કર્યો હતો અને પછીથી ક્રેનની મદદથી પાણીમાં ઉતરવાનું જોખમ પણ લીધું હતું. ચંચલના શરીરને દોરડા વડે બાંધ્યા બાદ બે મજબૂત તાળા વડે લોક પણ મારવામાં આવ્યું હતું અને પછી ક્રેનની મદદથી પાણીમાં ઉતારવામાં આવ્યું હતું.

Read Also

Related posts

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana

સાયલા : બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખથી વધુની ચોરી થતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!