કોરોનાના સતત વધી રહેલા વ્યાપને પરિણામે તેનો ખોફ એટલો વધી ગયો છે કે સગર્ભા સ્ત્રીને ડિલીવરી થવાનો સમય આવે ત્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે અને કોરોના પોઝિટીવ આવે તો આઠ માસથી તેની તબિયતની સારસંભાળ રાખનાર ગાયનકોલોજિસ્ટે તેને સારવાર આપવાની ધરાર ના પાડીને બીજી ડિલીવરી કરાવી લેવાની સૂચના આપી શકે છે.
પરિણામે છેલ્લી ઘડીએ કોરોના પોઝિટીવ વુડ બી મધરને ડિલીવરી કરાવવા માટે હોસ્પિટલ શોધવા માટે માતાપિતા ઘાંઘા બની જાય તેવી નોબત આવે છે. અમદાવાદમાં ઘણી સગર્ભ સ્ત્રીઓને આ અનુભવ થયો છે.

ડૉક્ટર ડિલીવરી કરાવવાની ના પાડી દે તો?

પરિણામે સગર્ભા સ્ત્રીઓએ તેમની આઠ-સાડા આઠ મહિના સારસંભાળ રાખનાર ડૉક્ટર તેમને ડિલીવરી કરાવવાની ના પાડી દે તો તેવા સંજોગોમાં તેમણે અન્ય કઈ હોસ્પિટલમાં ડિલીવરી કરાવવી તેનું આગોતરૂં આયોજન કરી લેવું જરૂરી છે. સગર્ભા સ્ત્રીને કોરોનાના લક્ષણ હોય કે ન હોય તેને માટે ડિલીવરી પૂર્વે કોરોનાનો ટેસ્ટ કરાવવો સરકારે ફરજિયાત કર્યો છે.
પરિણામે ટેસ્ટ કરાવ્યા વિના ડિલીવરી કરાવવી શક્ય બનતી નથી. કોરોના પોઝિટીવ સગર્ભા મહિલાને ડિલીવરી કરાવવાની ભૂલ થઈ જાય તો ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર, તેનો નર્સિંગ સ્ટાફ કોરોનાનો શિકાર બનવાના જોખમ હેઠળ આવી જાય છે. તેથી તેઓ ટેસ્ટ કરાવ્યા વિના ડિલીવરી કરાવવાનું પસંદ કરતા જ નથી. તેમની આ વાત સો ટકા વાજબી પણ છે.
પરંતુ કોરોનાનો ટેસ્ટ કરાવ્યા પછી પોઝિટીવ આવે તો તમારા પસંદગીના ડૉક્ટર તમારી ડિલીવરી ન કરાવે તેવું વધુ બને છે. પરંતુ પોઝિટિવ આવે તો તમને નજીકમાં જ આવેલી કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં મોકલી આપે છે. આઠ મહિના સુધી તમારી તબિયત પર દેખરેખ રાખના ડૉક્ટર તમારી ડિલીવરી કરાવશે નહિ.

પરિણામે તમારી પસંદગીના ડૉક્ટર કે હોસ્પિટલ હોય કે ન હોય તમારી ડિલીવરી તમારે કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં અને તેના ડૉક્ટરો પાસે જ કરાવવી પડે તેવી શક્યતા રહેલી છે. હા, કેટલાક કિસ્સામાં આઠ મહિના સુધી તમારી દેખરેખ રાખનાર ડૉક્ટર પણ કોવિડ હોસ્પિટલમાં આવીને તમારી ડિલીવરી કરાવે તેવી સંભાવના રહેલી છે.
આ સંજોગોમાં દરેક સગર્ભા સ્ત્રીએ અને તેના પરિવારના સભ્યોએ ડિલીવરીની તારીખના 45 દિવસ પૂર્વેથી સગર્ભા મહિલા કોરોના પોઝિટીવ આવે તો તેવા સંજોગોમાં તેને વૈકલ્પિક સારવાર ક્યાં મળે અને ક્યાં તેની ડિલીવરી થઈ શકે તેની માહિતી એકત્રિત કરી લેવી જોઈએ. આ માહિતી એકત્રિત કરી લીધા પછી કોરોના પોઝિટિવ સગર્ભા સ્ત્રીને ડિલીવરી કરાવવાને પરિણામે તેને આવનારા ખર્ચનો પણ આગોતરો અંદાજ મેળવી લેવો પણ એટલો જ જરૂરી છે. અન્યથા મોટો આર્થિક બોજ આવી જવાની શક્યતા રહેલી છે.
Read Also
- ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ
- તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ
- ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન, થઇ શકે છે જીવલેણ બીમારી
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી