ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી હાલ પોતાના પતિ વિવેદ દહીયા સાથે માલદીવમાં પોતાના લગ્નની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. દિવ્યાંકાએ બે વર્ષ પહેલા 8 જુલાઈના રોજ ભોપાલમાં ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા હતા. દિવ્યાંકા તેમજ વિવેકે પોત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે.બંને માલદીવમાં શાનદાર લાગી રહ્યાં છે.
દિવ્યાંકા અને વિવેક માલદીવના બીચ પર અલગ અંદાજમાં જ દેખાઈ રહ્યાં છે. તેમણે ઈન્સ્ટગ્રામ પર લખ્યું કે, બે વર્ષ પહેલા, આ સમયે અમે સંગીતના ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા, આજે બહુ જ શાંત સમય છે.
તેણે હાલમાં એક મેગેઝીન માટે કરાવેલું ફોટોશૂટ તેના ફેન્સ પર કોઈ જાદુ ન કરી શક્યું. એમ કહો કે, મેગેઝીનના કવર શૂટ પર પ્રિન્ટ થયેલો ફોટો જોઈને તેના ફેન્સ નિરાશ થયા હતા.