ભાવનગરમાં મળી આવી અસલી નહીં નકલી નોટ, 500ની કિંમતમાં 21 હજારનું ચલણ

ભાવનગરમાંથી ફરી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. બાતમીના આધારે ભાવનગર એસઓજીએ બે જણાને રૂપિયા ૫૦૦ના દરની ૨૧ હજારની નકલી નોટો સાથે ઝડપી લીધો છે. આ નકલી નોટોમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તેમજ કેટલી નકલી નોટો માર્કેટમાં વેચી છે તે અંગે ભાવનગર પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના લીલા સર્કલ નજીક કેટલાક શખસો નકલી નોટોની ડીલ કરવાના હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે વોચ ગોઠવતા સીદસર ગામનો ભાવેશ રમેશભાઈ ચૌહાણ તેમજ લાઠીનો મહેશભાઈ રમેશભાઈ સાંકરીયા પકડાયા હતા. તેમની પાસેથી રૂપિયા ૫૦૦ના દરની ૪૨ નોટો તેમજ રોકડા રૂપિયા ૧૫૦૦ કબજે લેવાયા હતા. આ નોટો અમરેલીના લાઠી ગામે મહેશના ઘરે કલર પ્રિન્ટર મારફતે અસલી નોટને સ્કેન કરી છાપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter