સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ 22 આરોપીને બરી કરવાનો હુકમ ફરમાવ્યો છે. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે કહ્યું છે કે સોહરાબુદ્દીન કેસમાં કોઈપણ પ્રકારના ષડયંત્રની વાતને પુષ્ટિ મળી નથી. કોર્ટે કહ્યું છે કે આ મામલામાં કાવતરાની વાત કોઈપણ રીતે સાબિત થઈ નથી. ફરિયાદી પક્ષ લિંક સાબિત કરી શક્યો નથી. આ કેસમાં આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર મોટા આક્ષેપો કર્યા હતા.
Union Minister and BJP leader Smriti Irani: The fact that the Opposition finds it ridiculous to hail your country just shows their mentality and not that of the Gujarat government.
— ANI (@ANI) January 1, 2019
અમિત શાહને કોંગ્રેસે દેલમાં મોકલ્યા હતા. રાજકીય કારણોસર અમિત શાહ પર કેસ થયા હતા. અા કેસમાં કોંગ્રેસે અમિત શાહના જામીન પણ થવા દીધા ન હતા. આજે સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસને આડે હાથે લીધી હતી. આ કેસમાં એક પણ પુરાવો ન મળતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. જેના ઘણા દિવસો બાદ આજે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી અમિત શાહનો બચાવ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે 2005ના એન્કાઉન્ટર કેસના મામલામાં 22 આરોપીઓ ટ્રાયલનો સામનો કરી રહ્યા હતા. તેમાના મોટાભાગના પોલીસકર્મીઓ હતા. ટ્રાયલ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા. આ કેસમાં સીબીઆઈ પૂરાવા ઉભા કરવામાં નિષ્ફળ જતાં 38 જણા નિર્દોષ છૂટી ગયા છે. આ કેસથી મોદી સરકારને સૌથી મોટી રાહત મળી છે.
કયા 22 જણા છૂટ્યા નિર્દોષ
- 1 મુકેશ કુમાર લાલજીભાઈ પરમાર, તત્કાલિન ડીએસપી, સોહરાબુદ્દીન અને કૌસરબીને લાવવમાં મદદ અને ખોટી તપાસના આરોપમાંથી બરી
- 2 નારાયણસિંહ હરિસિંહ ધોબી, તત્કાલિન ઇન્સપેક્ટર ગુજરાત એટીએસ, સોહરાબુદ્રીન પર ગોળી ચલાવવાના આરોપમાંથી મુક્ત
- 3 બાલકૃષ્ણ રાજેન્દ્ર પ્રસાદ ચૌબે, ઇન્સપેક્ટર ગુજરાત એટીએસ, સોહરાબુદ્દરીન એન્કાઉન્ટર ટીમના સદસ્ય અને ઘટના સ્થળ પર હાજર
- 4 રહમાન અબ્દુલ રશીદખાન ઇન્સપેક્ટર રાજસ્થાન, સોહરાબુદ્રીન એન્કાઉન્ટર ટીમના સદસ્ટ અને ઘટનાસ્થળે હતા હાજર. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનો કર્યો હતો દાવો તેમજ એફઆરઆઈ કરાવી હતી દાખલ
- 5 હિમાંશુસિંહ રાજાવત, સબ ઇન્સપેક્ટર, રાજસ્થાન પોલિસ, સોહરાબુદ્રિન પર ગોળી ચલાવવાના આરોપમાંથી મુક્ત
- 6 શ્યામસિંહ જયસિંહ ચરણ, સબ ઇન્સપેક્ટર રાજસ્થાન પોલીસ, સોહરાબુદ્રિન પર ગોળી ચલાવવાના આરોપમાંથી મુક્ત
- 7 અજયકુમાર ભગવાનદાસ પરમાર સિપાહી ગુજરાત પોલીસ, સોહરાબુદીન અનેકાઉન્ટર ટીમના સદસ્ય કોર્ટે કર્યા દોષમુક્ત
- 8 સંતરામ ચંદ્રભાન શર્મા સિપાહી ગુજરાત પોલીસ, સોહરાબુદીન અનેકાઉન્ટર ટીમના સદસ્ય કોર્ટે કર્યા દોષમુક્ત
- 9 નરેશ વિષ્ણુભાઈ ચૌહાન, સબ ઇન્સપેક્ટર, ગુજરાત પોલીસ, કૌસર બીને ફાર્મહાઉસમાં બંધ રાખવાના આરોપમાંથી મુક્ત, કૌસર બીની લાશને નષ્ટ કરવામાં મદદના આરોપમાંથી મુક્ત
- ૧૦. વિજયકુમાર અર્જુભાઈ રાઠૌડ (એ-૧૪), ઈન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ, કૌસર બીને ગાયબ કરવાની સાજિશમાં સંડોવણીના આરોપમાંથી મુક્ત
- ૧૧. રાજેન્દ્રકુમાર જીરાવાલા (એ-૧૯), અર્હમ ફાર્મ હાઉસના માલિક, કૌસર બીને બંધ રાખવાની જાણકારી અને મદદના આરોપમાંથી મુક્ત
- ૧૨. ઘટ્ટમનેની શ્રીનિવાસ રાવ (એ-૨૩), સબ ઈન્સ્પેક્ટર, આંધ્રપ્રદેશ પોલીસ, સોહરાબુદ્દીન, કૌસરબીને ગુજરાત સુધી લાવવામાં મદદના આરોપમાંથી મુક્ત
- ૧૩. આશિષ અરુણકુમાર પંડયા (એ-૨૫), સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ, તુલસી પ્રજાપતિ પર ગોળી ચલાવવાના આરોપમાંથી મુક્ત
- ૧૪. નારાયણસિંહ ફતેસિંહ ચૌહાન (એ-૨૬) દોષમુક્ત
- ૧૫. યુવધિરસિંહ નાથુસિંહ ચૌહાન (એ-૨૭) દોષમુક્ત
- ૧૬. કરતારસિંહ યાદરામ જાટ (એ-૨૯) દોષમુક્ત
- ૧૭. જેઠૂસિંહ મોહનસિંહ સોલંકી (એ-૩૦) દોષમુક્ત
- ૧૮. કાનજીભાઈ નરનભાઈ કચ્છી (એ-૩૧) દોષમુક્ત
- ૧૯. વિનોદકુમાર અમૃતકુમાર લિમ્બાચિયા (એ-૩૨) દોષમુક્ત
- ૨૦. કિરણકુમાર હાલાજી ચૌહાન (એ-૩૩) દોષમુક્ત
- ૨૧. કરણસિંહ અર્જુનસિંહ સિસોદિયા (એ-૩૪) દોષમુક્ત
- ૨૨. રમનભાઈ કોદારભાઈ પટેલ (એ-૩૮)
પહેલાંથી નિર્દોષ છૂટ્યા હતા આ
- ડીજી વણઝારા, ડીઆઇજી ગુજરાત એટીએસ
- રાજકુમાર પાંડિયન, એસપી, ગુજરાત
- દિનેશ એમએન, એસપી, રાજસ્થાન
- નરેન્દ્ર અમીન ડીવાયએસપી, ગુજરાત
- અભય ચુડાસ્મા, એસપી , ગુજરાત
- અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત
- અજય પટેલ
- યશપાલસિંહ ચુડાસ્મા
- વિમલ પટ્ટણી, માર્બલ વેપારી
- ગુલાબચંદ કટારિયા, ગૃહમંત્રી રાજસ્થાન
- એનએલ સુબ્રમણ્યમ એસપી આંધ્ર પ્રદેશ
- દલપતસિંહ રાઠોડ હેડ કોન્સ્ટેબલ, રાજસ્થાન
- પ્રશાંત પાંડે, ડીજીપી ગુજરાત
- ગીતા જોહરી, આઈજીપી ગુજરાત
- ઓમ પ્રકાશ માથુર, એડીજીપી ગુજરાત
- વિપુલ અગ્રવાલ, એસપી , ગુજરાત