GSTV
Home » News » આસામમાં ભારે વરસાદ, કાઝીરંગા નેશનલ પાર્કના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત

આસામમાં ભારે વરસાદ, કાઝીરંગા નેશનલ પાર્કના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત

ભારે વરસાદ અને પૂરની અસર આસામના પ્રખ્યાત કાઝીરંગા નેશનલ પાર્ક પર પણ પડી છે. પાર્કમાં અનેક સ્થળે પૂરના પાણી ભરાઈ જતા પશુઓની હાલત કફોડી થઈ છે. કાઝીરંગા નેશનલ પાર્કનો સ્ટાફ અને સત્તાધીશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

વિશાળકાય હાથી અને ગેંડા કાઝીરંગા નેશનલ પાર્કની શાન ગણાય છે. ત્યારે તેમને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આસામમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદના કારે જનજીવન અસ્ત વ્યસ્ત બવ્યું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવ્યું છે. આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર એલર્ટ પર છે. આસામમાં ભારે વરસાદને કારણે બ્રહ્મપુત્રા સહિતની નદીઓ બે કાંઠે થઈ છે. અહીંના કાલીપુરમાં આવેલા પ્રખ્યાત ચક્રેશ્વર મંદિરનો પિલર પાણીમાં ડૂબી ગયો છે. પિલર પર સ્થાપવામાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ સુધી પાણી પહોંચી ગયું છે. બ્રહ્મપુત્રા નદી જાણે ભગવાન વિષ્ણુના ચરણ પખાળી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઉપરાંત બ્રહ્મપુત્રાના કાંઠા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદ અને પૂરને કારણે અજન પીર પાર્ક દસ દિવસ માટે બંધ કરી દેવાયું છે. તો ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી વચ્ચેની ફેરી બોટ સેવા પણ બંધ કરી દેવાઈ છે.

READ ALSO

Related posts

રસ્તામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પીત્તો ગુમાવી પત્ની અને બાળકને નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો

Mayur

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi

‘તારક મહેતા…’માં બે વર્ષ બાદ થશે દયાબેનની એન્ટ્રી, જેઠાલાલે આપી આ હિન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!