GSTV

અજંપાભરી સ્થિતિ વચ્ચે આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા કરી દેવાઈ રદ, જાણો કઈ હતી પરીક્ષા

exam

Last Updated on December 21, 2019 by Mayur

ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા હાલ ચાલી રહેલી કંપની સેક્રેટરી(સીએસ)ના પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ કોર્સની પરીક્ષાઓ અંતર્ગત આવતીકાલે ૨૦મી અને ૨૧મીની વિવિધ વિષયની પરીક્ષાઓ મોકુફ કરાઈ છે.સીએસની આ પરીક્ષાઓ અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ આપી રહ્યા છે.જેઓને ઈન્સ્ટિટયુટ દ્વારા પરીક્ષા મોકુફ હોવાની જાણ કરાઈ છે.

સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના વિરોધમાં હાલ દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે એન કેટલાક રાજ્યોના કેટલાક વિસ્તારમાં તણાવભરી પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ આજે ગુજરાતમાં અમદાવાદ સહિત કેટલાક  શહેરોમાં બંધને લઈને અંજપાભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ઉપરાંત કેટલાક રાજ્યોમાં શનિવાર સુધી કર્ફ્યુ જેવો માહોલ છે.જેને પગલે  આઈસીએસઆઈ દ્વારા ૨૦મી અને ૨૧મીની પરીક્ષાઓ મોકુફ રાખવામા આવી છે.૨૦મીએ લેવાનારી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ જુના કોર્સની  મોડયુલ-૧ની કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિગ વિષયની તેમજ  નવા કોર્સની મોડયુલ-૧ની  જનરલ લૉઝની પરીક્ષા મોકુફ કરાઈ છે.

આ ઉપરાંત ૨૦મીએ લેવાનારી પ્રોફેશનલ પ્રોગ્રામની જુના કોર્સની મોડયુલ-૧ની  એડવાન્સ કંપની લૉ વિષયની તથા નવા કોર્સમાં મોડયુલ-૧ની ગવર્નન્સ,રિસ્ક મેનેજમેન્ટ વિષયની પરીક્ષા મોકુફ કરાઈ છે. ૨૧મીએ લેવાનારી  એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની જુના કોર્સી મોડયુલ-૨૨ની  ઈન્ડસ્ટ્રિયલ,લેબર અને જનરલ લૉની પરીક્ષા તથા નવા કોર્સમાં મોડયુલ-૨ની સીક્યુરિટિઝ લૉઝ એન્ડ કેપિટલ માર્કેટસ વિષયની પરીક્ષા મોકુફ કરાઈ છે.

આ ઉપરાંત ૨૧મીની જ  પ્રોફેશનલ પ્રોગ્રામની જુના કોર્સની મોડયુલ-૨ની ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિષયની તથા નવા સિલેબસની મોડયુલ-૨ની સેક્રેટરીયલ ઓડિટ વિષયની પરીક્ષા મોકુફ કરી દેવાઈ છે. જ્યારે ૨૩મીની તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે. મોકુફ કરાયેલી બે દિવસની પરીક્ષાઓની નવી તારીખો પછીથી ઈન્સ્ટિટયુટ દ્વારા જાહેર કરાશે.

READ ALSO


Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!