શ્રીનગરની મસ્જિદમાં ISISનો ઝંડો ફરકાવવાની ઘટના બની

જમ્મુ-કાશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગરની જામિયા મસ્જિદમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો ફરકાવાની ઘટના બની છે. શુક્રવારે શ્રીનગર જામિયા મસ્જિદમાં નકાબધારી શખ્સે બગદાદીના આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો લહેરાવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આઈએસનો ઝંડો લેવાની પણ કોશિશ થઈ હતી. પરંતુ નકાબધારી વ્યક્તિ દ્વારા આઈએસનો ઝંડો લહેરાવાની સાથે જ સૂત્રોચ્ચાર થયા હતા. મહત્વપૂર્ણ છે કે શ્રીનગરની મસ્જિદની બહાર આઈએસના વાવટા ફરકાવવાની ઘટનાઓ ઘણી વખત બની ચુકી છે. પરંતુ શ્રીનગરની મસ્જિદની અંદર નકાબધારી દ્વારા કરવામાં આવેલી હરકત જ્વલ્લે બનતી ઘટના માનવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter