GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે ભારેલો અગ્નિની સ્થિતિ જોતા યુરોપીયન સંઘે શાંતિની કરી અપીલ

અમેરિકાના હુમલા બાદ મધ્ય-પૂર્વમાં યુદ્ધનો ખતરો તોળાય રહ્યો છે. ઈરાને બદલાની કાર્યવાહી કરતાં અમેરિકાના બે ઠેકાણાં પર રોકેટ છોડ્યા તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના 52 ઠેકાણાંઓ તેમના નિશાન છે. યુદ્ધના આ તણાવ વચ્ચે યુરોપિયન સંઘે શાંતિની અપીલ કરી છે. યુરોપિયન સંઘના વિદેશ નીતિના પ્રમુખ જોસેફ બોરેલે તણાવ ઘટાડવા પર જોર આપ્યું છે અને બંને દેશને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

તણાવ ઘટાડવા પર જોર

ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફની બ્રસેલ્સની મુલાકાત બાદ જોસેફ  બોરેલે ટ્વીટ કર્યુ કે, હાલના ઘટનાક્રમને લઈને ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી. આગળ આ મામલો ગંભીર ન બને, તેથી વાતચીતમાં તણાવ ઘટાડવા પર જોર આપવામાં આવ્યું છે. તો ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ અમેરિકાને સૈન્ય શક્તિના ખોટા ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની સલાહ આપી છે.

સંયમથી કામ લેવાની અપીલ

વાંગ યીએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ફોન પર વાત કરી છે. આ ઉપરાંત વૈશ્વિક શાંતિ બની રહે તે માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈય્યપ અર્દોગન સાથે ફોન પર વાત કરી મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે માહિતી મેળવી છે. ત્રણેય નેતાએ અમેરિકા અને ઈરાનને સંયમથી કામ લેવાની અપીલ કરી છે. આ ઉપરાંત બ્રિટન, સીરિયા,સ લેબનોને પણ મધ્ય-પૂર્વ અંગે ચિંતા દાખવી સ્થિતિ વધુ ન બગડે તે માટે સંયમથી કામ લેવાની અપીલ કરી છે.

Read Also

Related posts

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો, મેરઠમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાનો ચેપ

pratik shah

Corona: 20 છોકરીઓ સાથે આ દેશના રાજા થયા આઈસોલેટ, રાજા વિરુદ્ધ બોલવા પર 15 વર્ષની જેલની સજા છતાં લોકોએ કર્યા ટ્રોલ

Bansari

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!