GSTV

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Last Updated on September 25, 2021 by Zainul Ansari

આપણે આપણા શરીરના દરેક અંગની સંપૂર્ણપણે કાળજી લઈએ છીએ પરંતુ, આ સમયે આપણે આપણા પગની અવગણના કરીએ છીએ. જો પગની સ્કિનનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે તો તે તેની ચમક ગુમાવવાનું શરૂ કરે છે. પગની યોગ્ય સફાઈ ના થવાના કારણે ત્વચા પર મૃતકોષો, ધૂળ, ગંદકી, પરસેવો બધું જ એકત્રિત થઇ જાય છે અને તેના કારણે પગ કદરૂપા દેખાવા લાગે છે પરંતુ, અમુક એવા ફ્રુટ સ્ક્રબ્સ છે જે તમારા પગની ખોવાયેલી ચમકને પાછી લાવી શકે છે તો ચાલો જાણીએ આ સ્ક્રબ વિશે.

નારંગી અને સુગર સ્કબ :

એક વાસણમાં અડધી નારંગીની છાલનો પાવડર અને 6 ચમચી ખાંડ મિક્સ કરો અને ત્યારબાદ તેમાં પાણીના થોડા ટીપા ઉમેરીને પેસ્ટતૈયાર કરો.આ પેસ્ટને પગ પર લગાવો અને 2-3 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પગને સામાન્ય પાણીથી ધોઈ લો.આ સ્ક્રબનો આખા દિવસમાં એકવાર જ ઉપયોગ કરવો.

ટામેટા અને સુગર સ્ક્રબ :

સ્કિન માટે ટમેટાંથી વધુ સારી વસ્તુ કોઈપણ હોય શકે નહીં. ટામેટામાં રહેલું વિટામિન-સી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ટામેટામાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ટમેટાને નાના ટુકડા સમારીને ત્યારબાદ તેને બ્લેન્ડ કરી અને પછી ટામેટાની પ્યુરીમાં 6 ચમચી ખાંડ ઉમેરો. આ મિશ્રણથી પગની માલિશ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પગને સામાન્ય પાણીથી ધોઈ લો. આ સ્ક્રબનો નિયમિત ઉપયોગ તમારા પગની ખોવાયેલી ચમક પાછી લાવે છે.

સફરજન અને ઓટમીલ સ્ક્રબ :

આ સ્ક્રબ તૈયાર કરવા માટે એક સફરજનને નાના ટુકડાઓમાં કાપો અને તેને બ્લેન્ડ કરો. ત્યારબાદ તેમાં 2 ચમચી મધ અને 6 ચમચી ઓટમીલ ઉમેરો. આ તમામ ઘટકોને મિક્સ કરો અને પગ પર હળવા હાથે મસાજ કરો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તમારા પગને પાણીથી ધોઈ લો. તમારા પગની ખોવાયેલી ચમક તુરંત પાછી આવી જશે.

Read Also

Related posts

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!