GSTV

હવે લોકો સાથે નહીં થાય અન્યાય, શરૂ થઇ ગયો વિકાસનો યુગ : જમ્મુ-કાશ્મીરમાં અમિત શાહની હૂંકાર

અમિત

Last Updated on October 25, 2021 by Bansari

જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુમાં એક સભામાં કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હવે વિકાસનો યુગ શરુ થઈ ગયો છે.હવે અહીંના લોકો સાથે કોઈ અન્યાય કરી શકે તેમ નથી. તેમણે કહ્યુ હતુ કે, આ સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો છે.જેનાથી આ રાજ્યના લાખો લોકોને તેમના અધિકાર મળ્યા છે.પહેલા જમ્મુમાં સિખો, ખત્રિઓ, મહાજનોને જમીન ખરીદવાનો અધિકાર નહોતો.વાલ્મિક અને ગુર્જર ભાઈઓને અધિકારો નહોતા પણ હવે તમામને ભારતના બંધારણ પ્રમાણે અધિકારો મળવાના છે.

અમિત

જમ્મુ-કાશ્મીરના લોકો સાથે અન્યાયના દિવસો ગયા, ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં સાત નવી મેડિકલ કોલેજો સરકારે બનાવી છે.હવે 2000 વિદ્યાર્થીઓ રાજ્યમાં મેડિકલનો અભ્યાસ કરી શકશે.ગઈકાલે મને અહીંના ત્રણ પરિવારો સવાલ પૂછતા હતા કે શું આપીને જશો તો હું તો તેનો પણ હિસાબ લઈને આવ્યો છે, પણ તમે આટલા વર્ષોમાં શું કર્યુ તેનો હિસાબ તો આપો.હવે અહીંયા ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલે, જમ્મુ કાશ્મીરમાં દરેક તાલુકામાં પંચાયત બની છે, જિલ્લા પંચાયત બની છે.અહીંના સરપંચો આગળ જઈને ભારત સરકારમાં મંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી પણ બની શકે છે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!