ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રવિવારે 19મી માર્ચે રમાશે. જેમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટીમમાં એન્ટ્રી કરશે જેના પગલે ક્યાં ખેલાડીની બહાર કરવામાં આવે છે તે જોવાનું રહેશે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ મેચમાંથી ખસી ગયો હતો પરિણામે ટીમની કમાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સંભાળી હતી જેમાં ભારતીય ટીમનો ધમાકેદાર વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચમાં ભારતીય ટીમમાં એક ફેરફાર થશે નિશ્ચિત મનાઈ રહ્યું છે. રોહિત શર્માની ટીમમાં વાપસીથી ક્યાં ખેલાડીની પ્લેઈંગ ઈલેવનમાંથી હકાલપટ્ટી થાય છે તે જોવાનું રહેશે. સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશન બંનેમાંથી એક ખેલાડી બીજી મેચમાંથી પ્લેઈંગ ઈલેવન-11માંથી બહાર બેસવુ પડી શકે છે. જોકે, વધારે સંભાવના સૂર્યા કુમાર યાદવ છે કેમ કે, યાદવ વન ડે ક્રિકેટમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે જ્યારે ઈશાન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવામાં માહિર છે અને વન ડે ફોર્મેટમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી છે.
સૂર્યકુમારનું ફોર્મ વનડેમાં ફ્લોપ
સૂર્યકુમાર યાદવનું ટી-20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે પરંતુ વન ડે ફોર્મેટમાં કમાલ બતાવી શક્યો નથી. સૂર્યાએ અત્યાર સુધી 21 વનડેની 19 ઇનિંગ્સમાં 27.06ની એવરેજથી 433 રન બનાવ્યા છે. આ દરમિયાન બે ફિફ્ટી ફટકારી છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં સૂર્યા માત્ર ચાર વખત ડબલ ફિગરને સ્પર્શી શક્યો છે જે ખરાબ પ્રદર્શનન દર્શાવે છે જેના પગલે બીજી મેચમાં યાદવને પડતો મુકવામાં આવી શકે છે.
READ ALSO
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે
- ઉત્તરપ્રદેશમાં જયંત ચૌધરી અને અખિલેશ યાદવના ગઠબંધન વાળા નિવેદન ઉપર શા માટે ચૂપ છે પલ્લવી પટેલ?
- અરેસ્ટ વોરન્ટ બાદ શું ભારત આવવાની હિંમત બતાવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન?
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ