સમગ્ર સૌરાષ્ટ્ર આજે બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું, કારણ આ ખાસ દિવસ

સમગ્ર દેશ અને દુનિયામાં બાપા સીતારામની અહલેક જગાવનાર બજરંગદાસ બાપાની 42ની પુણ્યતિથિની સૌરાષ્ટ્રમાં ઠેરઠરે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગરના ખારગેટ વિસ્તારમાં પાવભાજીની લારી ધરાવતા યુવકે બજરંગદાસ બાપની તિથિ નિમિત્તે ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી. આ યુવકે આજે 400 કિલો શાકભાજીમાંથી ભાજી બનાવી હતી. 4000 પાવ લાવી તમામ લોકોને પ્રસાદી તરીકે વિતરણ કર્યું હતું. સાથે સાથે મીઠાઈ તરીકે બુંદીનું પણ વિતરણ કર્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter