GSTV
Home » News » આજની સેમીફાઈનલની મેચનો ઉત્સાહ વિધાનસભા સદન સુધી પહોંચ્યો, આ ધારાસભ્યએ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી

આજની સેમીફાઈનલની મેચનો ઉત્સાહ વિધાનસભા સદન સુધી પહોંચ્યો, આ ધારાસભ્યએ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી

આજે માન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલની મેચનો ઉત્સાહ ગૂજરાતના વિધાનસભા સદન સુધી જોવા મળ્યો. આજે સુરતના મજૂરા સીટ પરથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ઈન્ડિયન ટીમની ટી-શર્ટ પહેરીને સદન પર પહોંચ્યા હતા. તેઓ સત્રની બીજી બેઠકમાં ટીમ ઈન્ડિયાની બ્લ્યૂ ટીશર્ટ પહેરીને કામગીરીમાં ભાગ લેવા પહોંચ્યા. ત્યારે મહત્તવનુ છે કે ટીમનો ઉત્સાહ વધારવા તેઓએ ટીમનુ ટી-શર્ટ પહેર્યુ હતુ.

મહત્તવનુ છે કે આજે ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલા ક્રિકેટ વિશ્વકપની આજે પ્રથમ સેમીફાઈનલની મેચ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ મેચ પર સમગ્ર દેશની નજર છે.ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે આયોજિત મેચમાં જો વરસાદ પડે અને મચ રદ થાય તો પોઈન્ટ ટેબલના આધારે ભારતને ફાઈનલમાં સીધો પ્રવેશ મળશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ 16 વર્ષ બાદ સેમીફાઈનલમાં આમને-સામને છે.  બન્ને ટીમ વર્લ્ડ કપની દાવેદાર છે. પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનની બેટિંગના કારણે વિરોધી દેશ પણ ડરી. રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિના બેટ્સમેને ફોર્મમા છે. જ્યારે ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર પર ટીમની બોલિંગનો ભાર રહ્યો છે.

Related posts

સૌથી ઉંચો વીજદર વસૂલવામાં ગુજરાત નંબર બે પર, પ્રથમ નંબરનું રાજ્ય પણ ભાજપ શાસિત

Mayur

રસ્તામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પીત્તો ગુમાવી પત્ની અને બાળકને નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો

Mayur

ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરતાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી બેઠક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!