GSTV
Home » News » ગુજરાત પેટાચૂંટણી : 2017 કરતા સરેરાશ ઓછુ થયું છે મતદાન, ભાજપના જીતના દાવાઓ

ગુજરાત પેટાચૂંટણી : 2017 કરતા સરેરાશ ઓછુ થયું છે મતદાન, ભાજપના જીતના દાવાઓ

બસ હવે 24 તારીખ અને આવી જશે ગુજરાતની બે બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ. આમ તો આ ચૂંટણીમાં પહેલેથી જ અપેક્ષિત લાગી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે સોમવારે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 50.35 ટકા મતદાન થયું છે. આ અંગે ચૂંટણી કમિશનરે પ્રેસ સંબોધીને કંઇ બેઠક પર કેટલું મતદાન થયું હતું તેની માહિતી આપી હતી.

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણી યોજાયા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ તમામ 6 બેઠક પર થયેલા મતદાનની ટકાવારી વિષે માહિતી આપી હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે સરેરાશ 50.35 ટકા જેટલું મતદાન થયું હતું. આ સાથે ચૂંટણી કમિશનરે કહ્યું કે ગુજરાતમાં એક પણ બેઠક પરથી પુનઃ મતદાનની રજૂઆત મળી નથી. આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ 6 બેઠકો પર સરેરાશ મતદાનની વિગતો આપી હતી. ગત્ત ચૂંટણી કરતા આ વખતે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘટી છે. ત્યારે નજર કરીએ ગત્ત ચૂંટણી અને આ વર્ષની ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર

૨૦૧૭૨૦૧૯
અમરાઈવાડી૬૫.૭૩૧.૫
રાધનપુર૬૯.૮૫૯.૯
બાયડ૭૧.૭૫૭.૮
થરાદ૮૭.૮૬૫.૫
ખેરાલુ૫૭.૧૫૭.૧
લુણાવાડા૭૧.૭૪૭.૫

આમ જોવામાં આવે તો તમામ બેઠકો પર મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. જે ક્યાંકને ક્યાંક મતદારોમાં પ્રર્વતી રહેલી નિરસતાને ઉજાગર કરે છે. ત્યારે હવે 24 તારીખે આ ચૂંટણી પરિણામો આવી જશે. જે પરિણામો પણ પહેલેથી જ અપેક્ષિત લાગી રહ્યા છે.

READ ALSO

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટથી લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!