GSTV

ચૂંટણી પંચ દ્વારા 182 વિધાનસભાની મતદાર યાદી માટે સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર

Last Updated on May 17, 2018 by Mayur

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે પહેલી જાન્યુઆરી-2019ની લાયકાતની તારીખના સદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધિ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં ૪.૪૬ લાખનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. ચૂંટણી પંચે જણાવ્યું કે પહેલી જાન્યુઆરી 2019ની લાયકાતની તારીખના સંદર્ભમાં તૈયાર થયેલી મતદાર યાદીના આધારે લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાર યાદીમાં નામ નોંધાવવા કે ફેરફાર કરવા ‘સતત સુધારણા કાર્યક્રમ’ ચાલુ છે. આથી નાગરિકોએ તેનો લાભ લેવાની અપીલ કરાઇ છે.

મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં ૪.૪૬ લાખનો વધારો જોવા મળ્યો છે.

૨,૨૬,૪૮૮ના વધારા સાથે ૨,૨૮,૭૯,૮૫૬ પુરૂષ મતદારો નોંધાયા છે, તો સ્ત્રી મતદારોમાં ૨,૨૦,૩૭૭ નો વધારો થતા કુલ સ્ત્રી મતદારો ૨,૧૦,૯૪,૮૨૭ થયા છે. વર્ષ-૨૦૧૮ની મતદાર યાદીમાં કુલ ૮,૫૨,૨૭૯ મતદારો ૧૮ થી ૧૯ વર્ષના છે. જ્યારે ૮૦ વર્ષથી ઉપરની વય ધરાવતા મતદારો ૭,૧૫,૧૮૭ છે. અને ત્રીજી જાતિના મતદારોમાં ૧૦૮નો વધારો થતાં કુલ ૮૧૦ મતદારો થયા છે, રાજ્યભરમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી ૨ ટકા જેટલા મતદારો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ઇમેજ-ફોટોગ્રાફ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ ૯૯.૯૯ ટકા મતદારોને ચૂંટણી પંચ તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે.

 

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!