GSTV
Home » News » પીએમ મોદીએ બાયોપિકને આપી મંજૂરી પણ ચૂંટણી પંચે ના મંજૂર કરી

પીએમ મોદીએ બાયોપિકને આપી મંજૂરી પણ ચૂંટણી પંચે ના મંજૂર કરી

વડાપ્રધાન મોદીની રાજનીતિ કારકિર્દી પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી રીલીઝ કરવા પર ચૂંટણી પંચે ભલે પ્રતિબંધ મુકયો હોય પણ આ ફિલ્મને ખુદ વડાપ્રધાને જોઇને તેમણે મંજુરી આપી હોવાનો ખુલાસો થયો છે.

જેમાં વિવેક ઓબેરોય અભિનિત આ ફિલ્મ પહેલા ૧૧ એપ્રિલના રોજ રીલીઝ થવાની હતી. પરંતું ચૂંટણી પંચે હવે આ ફિલ્મને રીલીઝ કરવાની ના પાડી છે. જો કે વડાપ્રધાન મોદીની ટીમે આ ફિલ્મ જોયા પછી તેની મંજુરી આપવાનો ખુલાસો ફિલ્મના ડાયરેકટર ઓમંગકુમારે કર્યો છે.

ત્યારે સુત્રોનાં જણાવ્યા મુજબ એક મુલાકાતમાં ફિલ્મના ડાયરેકટર ઓમંગકુમારે જણાવ્યું હતું કે નિર્માતાએ ફિલ્મ માટે વડાપ્રધાનની મંજુરી માંગી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મના શૂટીંગ દરમિયાન વ્યકિતગત રીતે હું પીએમને મળ્યો નથી. જો કે ત્યારબાદ વડાપ્રધાન અને તેમની ટીમે આ ફિલ્મ બતાવવામાં આવી હતી.

ફિલ્મ જોયા બાદ વડાપ્રધાને તેમને મંજુરી આપી હતી. ટીમે તેમની મુલાકાત લીધી હતી અને બધું સમાધાન થઇ ગયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીની ટીમ ઉપરાંત તેમના સાથીદારોએ પણ આ ફિલ્મ જોઇ હતી. બીજી તરફ ફિલ્મના નિર્માતા સંદીપસિંહે પણ ફિલ્મની ટીકા કરવાના મામલે રાજકીય પક્ષો પર હુમલો કર્યો છે.

ફિલ્મ મતદારોને પ્રભાવિત કરી રહી હોવાના મુદે તેમણે જણાવ્યું કે અમારી ફિલ્મ ભાજપ કે વડાપ્રધાન મોદીની તરફેણમાં મતદાન માટે કહી નથી. જો એવું જ હોય તો તમામ પક્ષો પ્રચાર બંધ કરી મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે ફિલ્મો શા માટે બનાવતા નથી ? ત્યારે પીએમ નરેન્દ્રમોદી ફિલ્મ રીલીઝ થવા અંગે પહેલેથી જ સંકટમાં હતી. ત્યારે આ બાબતે દિલ્હી હાઇકોર્ટ, મુંબઇ હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સેન્સર બોર્ડની લીલીઝંડી મળી પણ ચૂંટણી પંચે અટકાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ ફિલ્મ પ્રેરણાત્મક છે, જે પીએમ મોદીનો દેશપ્રેમ અને સંઘર્ષ દર્શાવે છે.

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur