GSTV
India News Trending

ચૂંટણીપંચ પાસે હાલમાં રેલીઓ અટકાવવાનો પણ પાવર : નથી ભરાઈ રહ્યાં પગલાં, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ

ચૂંટણીપંચ

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમસીમા પર છે, રેલીઓમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહ્યા છે. એવામાં કોરોનાની કેન્દ્ર સરકારની સોશિયલ ડિસ્ટન્સ સહિતની જે ગાઇડલાઇન છે તેનો અમલ નથી થઇ રહ્યો.આ મામલે પૂર્વ ચૂંટણી કમિશનરોનું કહેવું છે કે ચૂંટણી પંચ પાસે આ રેલીઓને અટકાવવા સુધીની પણ સત્તા છે. હાલ ચૂંટણી પંચની ચેતવણીઓ છતાં જોઇએ તેવા આકરા પગલા નથી લેવાઇ રહ્યા, જેને પગલે કોરોના વધુ ફેલાવાની ભીતિ છે. હાલ બિહાર ઉપરાંત મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણીઓ પણ યોજાવા જઇ રહી છે.

રેલીઓને લઇને ચૂંટણી પંચે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી

ચૂંટણી

આ સ્થિતિ વચ્ચે યોજાઇ રહેલી રેલીઓને લઇને ચૂંટણી પંચે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી અને પાર્ટીઓને તેમજ નેતાઓને અને રેલીઓમાં આવી રહેલા લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જેટલો કોરોના ગાઇડલાઇનનો ભંગ વધુ થશે તેટલા જ વધુ આકરા પગલા લેવામાં આવશે.

રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો ચૂંટણી પંચ રેલીઓ પર જ પ્રતિબંધ મુકી શકે છે

ચૂંટણીપંચ

પૂર્વ ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીએ ત્યાં સુધી કહ્યું હતું કે જો વ્યાપક પ્રમાણમાં રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તો ચૂંટણી પંચ રેલીઓ પર જ પ્રતિબંધ મુકી શકે છે. આ પ્રકારના પ્રતિબંધ બધા જ પક્ષોની રેલીઓ પર મુકી શકાય. જ્યારે 2012થી 2015 દરમિયાન ચૂંટણી પંચના અધ્યક્ષ રહી ચુકેલા વી એસ સંપથે કહ્યું હતું કે જો એક પણ ઉમેદવાર કે એક પણ પક્ષ દ્વારા ગાઇડલાઇનનો ભંગ થાય તો તેની સામે પગલા લેવા જોઇએ. પણ જો આ ભંગ બહુ જ વ્યાપક સ્વરૂપમાં થઇ રહ્યો હોય તો તમે ચૂંટણીને મોકૂફ નથી રાખી શકતા. પણ તેનો અર્થ એમ પણ નથી કે ચૂંટણી પંચે નરમાઇ દાખવવી જોઇએ, કેમ કે આ મામલો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.

અન્ય એક પૂર્વ ચૂંટણી કમિશનર કે જેઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ગાઇડલાઇનના ભંગ સામે કાર્યવાહી કરવી જરૂરી છે અને તે માટે તે સ્થાનિક એક કે બે મતવિસ્તારોને પસંદ કરી શકે છે. અન્ય એક પૂર્વ ચૂંટણી કમિશનર ઓ પી રાવતે જણાવ્યું હતું કે જે લોકો નિયમોનો ભંગ કરે તેઓની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી થઇ શકે જેમાં એક કે બે વર્ષની સજા થઇ શકે છે.

Read Also

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV