GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

વડોદરમાં કોરોનાની સારવાર કરી રહેલા ડોક્ટર બન્યા ભોગ, દાખલ કરાયા આઈસોલેશનમાં

corona

વડોદરામાં સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટરને કોરોના વાયરસની અસર થતાં તેમને પણ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. વડોદરામાં છેલ્લા 48 કલાકમાં કોરોના પોઝિટિવના 6 કેસ નોંધાયા છે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત અન્ય 3 દર્દીઓ જે કોરોના શંકાસ્પદ છે તે પણ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. આ દર્દીઓની સારવાર માટે ફરજ બજાવતા ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેમને દાખલ કરાયા છે.

વડોદરામાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ બે દર્દીઓના આજે મોત થતા તંત્ર દોડતુ થયુ હતું. જો કે આ બન્ને દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી અને તેમના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા છે એટલે આ દર્દીઓના મોત કોરોનાથી જ થયા છે કે કેમ તે રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. બીજી તરફ એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પાંચ અને ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં બે મળીને ૭ કોરોના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

કોરોના

2 લોકોનાં મોત પણ નહોતા કોરોના પોઝિટીવ

પ્રાપ્ત વિગતો અનુસાર એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ડભોઇ તાલુકાના ભાયાપુરા ગામના ૪૦ વર્ષના પુરૃષને છાતીમાં ઇન્ફેક્શન અને તાવ તથા શરદી ખાંસીની બિમારી સાથે બે દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દી વેન્ટિલેટર પર હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત થયુ છે. આ દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તે ગુજરાતની બહાર ગયો ન હતો. પરંતુ ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી તેને કોરોના શંકાસ્પદ માનીને દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે શનિવારે મોડી સાંજે વડોદરાના પ્રતાપનગરમાં રહેતા એક ૬૨ વર્ષના વૃધ્ધ મહિલાને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા આ મહિલાને પણ ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન હતુ ઉપરાંત ડાયાબિટીશ, હાઇ બ્લડ પ્રેશન અને ઓબેસિટીની પણ સમસ્યા હતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં પણ હાલત ગંભીર હતી તેમને ત્યાં વેન્ટીલેટર પર રખાયા હતા. એસએસજી હોસ્પિટલમાં તેઓને શનિવારે લવાયા બાદ તેઓ વેન્ટીલેટર પર જ હતા તેમનું પણ આજે બપોરે મોત થયુ છે. તેમના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે.

બીજી તરફ નેપાળથી આવેલી વડોદરાનની ૨૭ વર્ષની યુવતિ, નિઝામપુરાની ૨૯ વર્ષની ગર્ભવતિ મહિલા, નિઝામપુરાના ૪૦ વર્ષના મહિલા, યુએસએથી આવેલી ૨૨ વર્ષની રાવપુરાની યુવતી અને એસએસજીમાં ફ્લુની સારવાર માટે અગાઉથી દાખલ ૬૬ વર્ષની મહિલા સહિત પાંચ મહિલાઓના તથા ગોત્રી હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓના સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં 30 કેસો નોંધાયા

કોરોના વાયરસ સમગ્ર દેશમાં વકરી રહ્યો છે અને ગુજરાતમાં પણ 30 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે. સરકારે અનેક શહેરોમાં લોકડાઉન કરવા સહિતના વધુ કેટલાક આકરા પગલા ભર્યા છે પરંતુ અમદાવાદ સહિત અનેક સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થતુ જોવા મળ્યુ હતુ. માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા પુરતુ બહાર નીકળવાનું હતુ..પરંતુ લોકો તો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે બાદમાં પોલીસ વધુ સતર્ક બની..અને પોલીસે નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કર્યુ..જેઓને ખાસ જરૂરીયાત ન હોય તેઓને પાછા વાળવાનો પ્રયત્ન કર્યો અને અપીલ પણ કરી છે. રાજકોટમાં તો ઉઠક બેઠક પણ કરાવી છે. બીજીતરફ, ગુજરાતને જોડતી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતી આંતર રાજ્ય સરહદો પણ સીલ કરી દેવાઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!