GSTV
Home » News » યુએસ દ્વારા હુવેઇ કંપની પર પ્રતિબંધ લગાવવાની અસર , વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં આવી….

યુએસ દ્વારા હુવેઇ કંપની પર પ્રતિબંધ લગાવવાની અસર , વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં આવી….

અમેરિકા સરકાર દ્વારા હુવેઇની પર વેપાર પર પ્રતિબંધ લગાવવાની અસર વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં જોવાઈ રહી છે. માર્કેટ રિસર્ચ ફર્મ કેનાલિસે કહ્યું છે કે, અમારા પૂર્વાનુમાન અનુસાર વૈશ્વિક સ્તરે સ્માર્ટફોનનું વેચાણમાં 3 ટકાથી વધુ ઘટાડો થયો છે. વર્ષ 2019માં કુલ 1.35 અબજ સ્માર્ટફોનનું વેચાણ થયું છે, જેની સામે વર્ષ 2018માં કુલ 1.39 અબજના સ્માર્ટફોનનું વેચાણ થયું હતું.

કેનાલિસના ઉપાધ્યક્ષ મોબિલિટી નિકોલ પેંગે એક નિવેદનમાં જણાવ્યું કે, તે ધ્યાનમાં રાખવું ખુબ જરૂરી છે કે માર્કેટમાં અનિશ્ચિતતાના માહોલના કારણે પડકારજનક વેપાર માહોલમાં વેચાણકર્તાઓએ ટૂંકા ગાળા અને લાંબા ગાળાની અસરોના પ્રભાવને ઓછો કરવા માટે કેટલીક વ્યૂહરચનાઓ પર ધ્યાન આપવું પડશે.

તેમણે કહ્યું કે, જોકે હાલમાં જ અમેરિકા દ્વારા કેટલાક દેશોના સામાનો પર ટેક્ષ લગાવવામાં આવ્યો છે, જેના કારણે ઉદ્યોગોને આ ઉથલપાથલમાંથી બહાર નિકળવા માટે થોડો સમય લાગશે. રિસર્ચ ફર્મે કહ્યું કે, વર્ષ 2020માં મોટાભાગની મોબાઈલ કંપનીઓ અને ચેનલો કેટલીક બાબતોને ધ્યાને રાખી આકસ્મિક યોજનાઓ બનાવી રહી છે, જેથી તેઓ હુવેઈ જો પડી ભાંગે તો ખાલી થયેલા માર્કેટમાં 5G ડિવાઈસોનો પુરવઠો પુરો પાડી શકે. ભવિષ્ય તરફ આશાવાદી વલણ અપનાવતા કેનાલિસે વર્ષ 2020માં સ્માર્ટફોનના વેચાણમાં વધારો થવાનું અનુમાન લગાવ્યું છે અને કહ્યું કે, આ વર્ષે વિશ્વભરમાં કુલ 1.34 અબજ સ્માર્ટફોનનું વેચાણ થશે, જે 3.4 ટકાનો વધારો છે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયાની એક વૈજ્ઞાનિકે કર્યો અનોખો દાવો, મૃત્યુ પછી પણ મનુષ્યનું શબ એક વર્ષ સુધી…

pratik shah

શું તમે જાણો છો? કયો મોબાઇલ અને સિમકાર્ડ યુઝ કરે છે પીએમ મોદી?

Bansari

બર્થ ડે સ્પેશ્યિલ : નરેન્દ્ર મોદી વિશે એવી બાબતો ન કોઈ દિવસ જાણી હશે કે ન ક્યાંય વાંચી હશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!