GSTV
Home » News » કેરીના પાકને પણ પ્રદુષણની અસર, ઓછા ઉત્પાદનથી વધશે ભાવ?

કેરીના પાકને પણ પ્રદુષણની અસર, ઓછા ઉત્પાદનથી વધશે ભાવ?

ગરમીની સિઝનમાં લોકોની પ્રિય એવી કેરી આ વર્ષે પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે. કેરીની લોકપ્રિય દશેરી, લંગડો, કેસર, હાફુસ જેવી વિવિધ જાતોમાં અનેક કારણોસર ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો. કેરી આ વખતે સમય કરતા બહુ મોડી બજારમાં આવવાથી તેની કિમંતોમાં વધારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલ પલટો, ઔદ્યોગિક પ્રદૂષણ અને બીમારીઓના લીધે દેશમાં કેરીના ઉત્પાદન પર પણ ખરાબ અસર જોવા મળી.

વર્ષના 45 લાખ ટન કેરીનો પાક પકવનાર યૂપીમાં કેરીના રાજા મલીહાબાદી દશેરીની સ્થિતિ પણ સારી નથી. ઓલ ઇંડિયા મેંગો ગ્રોઅર્સ એસોસિયેશને કહ્યું કે આ વર્ષે ઉત્પાદન સંભવિત સ્તરથી 60 ટકા ઓછું રહેવાના અણસાર છે. શિયાળોનો સમય વધવાથી અને તાપમાનમાં ઉતાર-ચઢાવ થવાના લીધે ફ્લોવરિંગ પર ખરાબ અસર થઈ. એક અનુમાન મુજબ માર્કેટમાં શરૂઆતમાં 30-40 ટકા જેટલા કેરીના ફળ બજારમાં આવી શકશે. રિટેલમાં 20 જૂન બાદ જ અસલ દશેરીનું દર્શન થશે.

મલીહાબાદમાં જ આશરે 20,000 ટન કેરી થાય છે, જેમાંથી 90 ટકાની દશેરી હોય છે. ઇંસરામે જણાવ્યું કે પાક વીમા યોજનાઓમાં કેરીને સામેલ નહી કરવાના લીધે ખેડૂતો માટે કીટનાશક અને ખાદ્ય પર થયેલ ખર્ચની ચૂકવણીમાં મુશ્કેલી આવી રહી છે. એવામાં ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધારવો મજબૂરી રહેશે.

યૂપીની દશેરી બાદ ગુજરાત અને મહારાષ્ટ્રની કેસર અને હાફુસ પણ ઓછી જોવા મળી રહી છે. આ વર્ષે શિયાળો લંબાતા કેરીના પાક પર ઓછા બોર લાગવાથી કેરીનો પાક વધુ થઈ શકયો નથી. આ સિવાય ઇંડસ્ટ્રીયલ પ્રદૂષણના લીધે મોટાભાગના ફૂલ કાળા પડી જતા કેરીનો પાક જોઈએ તેટલો થઈ શકયો નથી. આગામી દિવસોમાં જોરદાર પવન સાથે વાવાઝોડું આવતા કેરીને ઘણું નુકસાન થવાની સંભાવના છે. યૂપીના 14 મેંગો બેલ્ટ સહિત દેશના મોટાભાગના ઉત્પાદન કેંદ્ર સંગઠનોએ પ્રધાનમંત્રી પાસેથી કેરી માટે ક્ષતિપૂર્તિની માંગણી કરી.

READ ALSO

Related posts

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!