GSTV

મોદીના અતિ પ્રિય મંત્રી બોલી ગયા, ‘દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં, રૂ.89,000 કરોડ ફસાયેલા’

Last Updated on December 23, 2019 by Mayur

દેશમાં આર્થિક સંકટ જેવી સ્થિતિ હોવાના અનેક આંકડા બહાર આવ્યા છે, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે હવે ખુદ સરકારના મંત્રી પણ એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે.આ નિવેદન કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કર્યું છે. ગડકરીએ કહ્યું હતું કે અનેક મામલાઓમાં દેશના આશરે 89,000 કરોડ રૂપિયા ફસાયા છે, દેશની આર્થિક સ્થિતિ મુશ્કેલી ભરી છે. સંઘનું કાર્યાલય આવેલું છે તે નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.

તેમણે અનેક મામલાઓમાં આશરે 89 હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે, મે સીનિયર અિધકારીઓને ઘરે બોલાવ્યા હતા અને કહ્યું હતું કે 89 હજાર કરોડ રૂપિયા ફસાયેલા છે. હું તમને એ નથી જણાવી રહ્યો કે શું કરવાનું છે. હું તમને માત્ર એટલુ કહેવા માગુ છુ કે દેશનું આૃર્થતંત્ર હાલ પડકારોમાંથી પસાર થઇ રહી છે.

મે અિધકારીઓને કહ્યું છે કે દેશમાં દેશમાં કેશની લિક્વિડિટી ઓછી છે, અને ઝડપથી નિર્ણયો લેવા જોઇએ. એવા અહેવાલો છે કે નીતીન ગડકરીનું આ નિવેદન વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં જે કરોડો રૂપિયા ફસાયા છે તે અને તેનાથી આૃર્થતંત્ર પર જે અસર પડી રહી છે તે અંગે હોવાનું જણાઇ રહ્યું છે. નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન ગડકરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અનેક વસ્તુઓના ભાવ મોંઘા છે, જીડીપીનો દર ઘટી ગયો છે, બેરોજગારીના આંકડાઓએ 45 વર્ષનો રેકોર્ડ તોડયો છે અને અનેક ઉધ્યોગપતિઓ સરકારની ટીકા કરી રહ્યા છે. 

ખુદ સરકારના જ પૂર્વ આિર્થક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ પણ કહી ચુક્યા છે કે દેશ ભયંકર મંદી તરફ જઇ રહ્યો છે. ગડકરી અગાઉ પણ રોજગારી મુદ્દે ખુલ્લેઆમ સ્પષ્ટ વાત કરી ચુક્યા છે. એક તરફ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ આિર્થક સિૃથતિ સામાન્ય હોવાના દાવા કરી રહ્યા છે અને સરકારનો બચાવ કરી રહ્યા છે તેમજ કેટલાક મંત્રીઓ કહી રહ્યા છે કે આિર્થક સિૃથતિ સારી જ છે અને જીડીપીથી આર્થિક સ્થિતિ શું છે તે ન જાણી શકાય.

આ બધા વિવાદ વચ્ચે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ સ્વીકાર કર્યો હતો કે હાલ દેશમાં આિર્થક સિૃથતિ સારી નથી અને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી છે. જોકે તેમણે એ સ્પષ્ટતા નહોતી કરી કે ક્યા સેક્ટરમાં અને ક્યા ક્યા પ્રોજેક્ટમાં આ કરોડો રૂપિયા ફસાયેલા છે. તેઓએ એ સંકેત આપ્યો હતો કે જે વિવિધ પ્રોજેક્ટ છે તેમાં આ નાણા ફસાયેલા છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!