GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રાજકોટમાં અકસ્માતની હારમાળા સર્જનાર નશાની હાલતમાં નીકળેલ કારચાલકને લોકોએ ચખાડ્યો મેથીપાક, વિડિયો થયો વાયરલ

રાજકોટમાં અકસ્માતની હારમાળા સર્જનાર નશાની હાલતમાં નીકળેલ કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યાંનો વિડિયો વાયરલ થયો છે,
નશામાં ધૂત બિલખાના આ કાર ચાલકે પાંચ વાહનોનો કચ્ચરધાણ બોલાવી વીજ પોલ ધરાશાયી કર્યેા: સાત વર્ષના બાળકને હડફેટે લઈ પગ ભાંગી નાંખ્યો: કારચાલકને પણ ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ટ્રાફિકથી ધમધમતા એવા હરિહર ચોકમાં ગઈકાલ બપોર બાદ પોણા ચાર વાગ્યે આસપાસ અહીં પંચનાથ મેઇન રોડ પર સ્ટાર ચેમ્બર સામે ફોર્ડ એન્ડઓવર કાર નંબર જીજે ૨૫ એએ ૯૮૦૧ ના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી અહીં રોડ પર સાઈડમાં પાર્ક કરેલા પાંચ વાહનોનો કચ્ચરધાણ બોલાવી દીધો હતો તેમજ એક વીજ થાંભલો પણ ધરાશાયી કરી દીધો હતો. દરમિયાન અહીંથી ચાલીને જઈ રહેલા સાત વર્ષના બાળક નવાબ સમીરભાઈ બલોચ (રહે હરિહર ચોક પાસે ખાડામાં)ને હડફેટે લીધો હતો.અકસ્માતના પગલે અહીં રીતસર નાશભાગ મચી જવા પામી હતી બાદમાં કાર ચાલક બહાર નીકળી લથડીયા ખાતો હોઈ એને બકવાસ કરતો હોય જેથી તે નશાની હાલતમાં હોવાનું માલુમ પડતા લોકોના ટોળાએ મેથી પાક ચખાડ્યો બાદમાં તેને પણ ઈજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કારની હડફેટે આવેલ બાળકને પણ હોસ્પિટલ ખસેડાતા તેના જમણા પગમાં ફ્રેકચર થયું હોવાનું માલુમ પડું હતું.

અકસ્માતના પગલે પોલીસ સ્ટાફ પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો.અકસ્માતના આ બનાવ અંગે શહેરના પરાબજાર પાસે ભીડભંજન શેરીમાં રહેતા અને પંચનાથ રોડ પર અહર્મ ફાઇનાન્સ સેન્ટરમાં આવેલી એએનએસ બેન્ક ઓફિસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરનાર હરિઓમ ચંદુભાઈ ચંચલ (ઉ.વ ૩૪) દ્રારા કાર ચાલક યુવરાજ અશોકભાઈ ગોવાળિયા(રહે.બીલખા) સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમના તથા તેના સાથી કર્મચારીઓના બાઈક સહિત પાંચ બાઇકનો કચ્ચરઘાણ બોલાવી પિયા અઢી લાખનું નુકસાન કર્યાની તેમજ વીજપોલ ધારાશાયી કરી વીજ તંત્રને પિયા દોઢ લાખનું નુકસાન કરવા અંગે તથા અહીંથી પસાર થઈ રહેલા બાળકને હડફેટે લીધા અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે આ કારચાલક સામે આઇપીસી ની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૪૨૭ અને એમવી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ નશાની હાલતમાં અકસ્માતની હારમાળા સર્જનાર કારચાલક યુવરાજ અશોકભાઈ ગોવાળિયા જુનાગઢ પંથકમાં પોલીસ કર્મી તરીકે નોકરી કરતો હતો બાદમાં તેને પોલીસડામાંથી હાંકી કાઢવામાં આવ્યો હોવાનું માલુમ પડું છે. આ મામલે વધુ તપાસ એ.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.નિમાવત ચલાવી રહ્યા છે.

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV