GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

નવસારીમાં 3 લોકોને કચડી નાખનાર ડ્રાઈવર આ જગ્યાથી ઝડપાયો

અંતે ચોવીસ કલાક સુધી ચકરવકર કાપીને પોલીસથી બચતો ફરતો એસટી બસનો ડ્રાઇવર પ્રવીણ ધાંધલ પોલીસની પકડમાં આવી ગયો છે. પ્રવીણ ધાંધલ એ જ ડ્રાઇવર છે જેણે નવસારી એસટી ડેપોની અંદર જીવલેણ અકસ્માત સર્જીને 3 લોકોને મોતના મુખમાં ધકેલી દીધા. જ્યારે બાકીના 5થી 6 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આરોપી ડ્રાઇવર પ્રવીણ અકસ્માત સર્જીને ભીડનો લાભ લઇને ફરાર થઇ ગયો હતો.

જો કે બાદમાં આરોપી ડ્રાઇવરની શોધખોળ શરૂ કરાઇ હતી. આ શોધખોળમાં આરોપી ડ્રાઇવર પ્રવીણ મૂળ અમરેલીનો હોવાથી અમરેલી પોલીસની પણ મદદ લેવાઇ હતી. જો કે અંતે 24 કલાકની શોધખોળ બાદ આરોપી ડ્રાઇવર પ્રવીણની સુરતથી ધરપકડ કરી લેવાઇ છે. પોલીસે આરોપી ડ્રાઇવરના મોબાઇલ લોકેશનના આધારે ધરપકડ કરી છે. જો કે આ અકસ્માત પાછળ ડ્રાઇવરે કારણ આપ્યું કે તેને જે રોજ બસ મળતી હતી તે બસ ન મળી અને બીજી બસ મળી જેના કારણે બસની બ્રેક વાગી નહીં અને અકસ્માત સર્જાયો. હાલમાં પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરીને તેના મેડિકલની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે કોંગ્રેસની મીંટીગમાં જઈ રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત

Bansari

નીતિન પટેલનું હોમટાઉન બની રહ્યું છે હવે Coronaનું હોટસ્પોટ, કડીમાં નવા 5 પોઝિટીવ કેસ

Arohi

ગોધરાના 26 લોકો 2 મહિનાથી પાકિસ્તાનમાં ફસાયા, સરકાર પાસે લગાવી મદદની ગુહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!