GSTV
Home » News » સુરતમાં આ કારના ચાલકે એક બાળકને કચડી નાખ્યો, કાર અને ચાલકની ધરપકડ

સુરતમાં આ કારના ચાલકે એક બાળકને કચડી નાખ્યો, કાર અને ચાલકની ધરપકડ

સુરતમાં વેસુના વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન કરનાર કાર ચાલકને કાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એસએમસી કોન્ટ્રાક્ટ હેઠળ ફૂટપાથ પર કામ કરી રહેલા શ્રમિકના એક વર્ષીય બાળકને કાર ચાલક કચડી ફરાર થઇ ગયો હતો. મૃતક બાળકના માતા પિતા ફૂટપાથનું કામ કરી રહ્યા હતા. જે દરમિયાન વૈભવી કારના ચાલકે નજીકમાં રમી રહેલા એક વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો હતો. મૃત બાળકની લાશને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સુરત શહેરના એક મોટા બિલ્ડરનો પુત્ર કાર ચલાવી રહ્યો હોવાની વાત સામે આવી હતી.

Related posts

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

Mayur

સુરત : આગને કાબૂમાં લેવા 4 કરોડ લિટર પાણી વપરાયું, બિલ્ડર પાસેથી એક કરોડનો ખર્ચ વસૂલાશે

Bansari

જામનગરમાં ગ્રાહકે પંજાબી ભોજન મંગાવતા જીવાત ફ્રીમાં આવી ગઈ, મેનેજરના આંખ આડા કાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!